શાહરૂખ ખાન અને કાજોલે પોતાની હિટ ફિલ્મોના ગીતો પર કર્યો ડાન્સ, કેમેસ્ટ્રીએ જીત્યા દિલ

અમદાવાદ, 12 ઓકટોબર 2025: 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં શાહરૂખ ખાન અને કાજોલે તેમની સુપરહિટ ફિલ્મોના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું. બોલિવૂડની આ હિટ જોડીની ‘કભી ખુશી કભી ગમ’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મોના ગીતો પર અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી.
શાહરૂખ ખાન અને કાજોલ
બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીનો જાદુ ફરી એકવાર સ્ટેજ પર છવાઈ ગયો, જ્યારે તેઓએ પોતાની ફિલ્મોના ગીતો પર ડાન્સ કર્યો. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ 11 ઓક્ટોબર 2025, શનિવારે યોજાયો, જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પોતાનો જલવો બતાવતા જોવા મળ્યા. આ દરમિયાન શાહરૂખ ખાન અને કાજોલે સ્ટેજ પર સાથે પરફોર્મ કરીને રોમાન્સના સુવર્ણ યુગને ફરીથી જીવંત કરી દીધો. સોશિયલ મીડિયા પર બંનેનો આ રોમેન્ટિક ડાન્સ વીડિયો છવાયેલો છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
શાહરૂખ ખાન અને કાજોલની અદભૂત કેમેસ્ટ્રી
દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા જ્યારે આ પ્રિય ઓન-સ્ક્રીન જોડીએ ‘સૂરજ હુઆ મદ્ધમ’ અને ‘યે લડકા હૈ દીવાના’ જેવા ગીતો સાથે પોતાની કાયમી કેમેસ્ટ્રીથી દિલ જીતી લીધા. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘કુછ કુછ હોતા હૈ’ના ગીતો પર તેઓએ રંગ જમાવ્યો. આ વીડિયો જોઈને તેમના ચાહકોની યાદો તાજી થઈ ગઈ. આ વીડિયો ફિલ્મફેરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જે શેર થતાં જ વાયરલ થઈ ગયો.
ફિલ્મફેરમાં છવાયા શાહરૂખ અને કાજોલ
વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન અને કાજોલ મેચિંગ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા, જ્યાં સુપરસ્ટારે બ્લેક સૂટ પહેર્યું હતું, જ્યારે કાજોલ સીક્વિન બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે, શાહરૂખ ખાને 17 વર્ષના બ્રેક પછી ફિલ્મફેરનું હોસ્ટિંગ કર્યું. આ વખતે તેમની સાથે કરણ જોહર, અક્ષય કુમાર અને મનીષ પોલ પણ જોવા મળ્યા.
View this post on Instagram
બોલિવૂડની આ હિટ જોડી
શાહરૂખ અને કાજોલ બોલિવૂડની સૌથી હિટ અને લોકપ્રિય ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક ગણાય છે. તેમની છેલ્લી ફિલ્મ 2016માં આવેલી ‘દિલવાલે’ હતી. શાહરૂખ અને કાજોલ પ્રથમ વખત 1993માં ‘બાઝીગર’માં એકસાથે જોવા મળ્યા, ત્યારબાદ ‘કરણ અર્જુન’, ‘ડીડીએલજે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘દિલવાલે’માં નજર આવ્યા. 90ના દાયકામાં તેમની તમામ ફિલ્મો ઓલ ટાઈમ બ્લોકબસ્ટર રહી.
આ ડાન્સ પરફોર્મન્સે ચાહકોના દિલ જીતી લીધા અને શાહરૂખ-કાજોલની જોડીની લોકપ્રિયતા ફરી એકવાર સાબિત થઈ.
આ પણ વાંચો : કાંતારા ચૈપ્ટર 1/ બોક્સઓફિસ પર છાપ્યા 400 કરોડ, 10માં દિવસે પણ ચર્ચામાં












