સેન્સેક્સ અને નિફ્ટીમાં વિપરીત વલણ, દિવસભર વોલેટાઇલ રહેવાની શક્યતા

મુંબઇ, 28 નવેમ્બર, 2025: પ્રોત્સાહક પરિબળની ગેરહાજરીમાં ભારતીય ઇક્વિટી બજારમા સેન્સેક્સ ઘટાડે અને નિફ્ટી વધીને ખુલતા વિપરીત વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 85,720 સામે 29 પોઇન્ટ નીચે 85,791ની સપાટીએ ખુલ્યા બાદ હાલમાં 73 પોઇન્ટ પ્લસ થયો છે. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પાછલા બંધ 26,215 સામે 12 પોઇન્ટ પ્લસ 26,237 પર ખુલીને હાલમાં 12 પોઇન્ટ પ્લસ છે. નિષ્ણાતોના અનુસાર દિવસરભર વોલેટાઇલ સત્ર રહેવાની સંભાવના સેવાય છે.
આજે સવારે 8.57 કલાકે ગિફ્ટ નિફ્ટી 15 પોઇન્ટ પ્લસ ક્વોટ થઇ હતી. નોંધનીય છે કે ગઇકાલે નિફ્ટી 50 ફક્ત 10 પોઇન્ટ અને બીએસઇ સેન્સેક્સ 110 પોઇન્ટ ઊછળીને બંધ આવ્યા હતા.
અમેરિકન માર્કેટ
અમેરિકન માર્કેટમાં ગઇકાલે થેંક્સગિવીંગને કારણે રજા હતી. જોકે બુધવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીય એવરેજ 0.67 ટકા, S&P 500 ઇન્ડેક્સ 0.69 ટકા અને નાસડેક કંપોઝિટ 0.82 ટકા વધ્યા હતા.
એશિયન માર્કેટ મિશ્ર
એશિયન બજારો આજે સવારે મિશ્ર જોવા મલ્યા છે. જેમાં જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 0.15 ટકા ઘટ્યો છે, જ્યારે બ્રોડ બેઝ્ડ ટોપીક્સમાં નજીવો ફેરફાર થયો હતો. દિશ્રિણો કોરિયાનો કોસ્પ 0.61 ટકા ઘટ્યો છે અને સ્મોલકેપ કોસડેક 1.66 ટકા ઉપર રહ્યો છે.
દરમિયાનમાં ખાનગી ક્ષેત્રની બેંક બંધન બેંક લિમિટેડ આજે, શુક્રવાર, 28 નવેમ્બરના રોજ રોકાણકારો માટે ફોકસમાં રહેશે. બેંકે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ (ARC) દ્વારા બિડિંગ પ્રક્રિયા દ્વારા તેની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) અને રાઈટ-ઓફ લોન પોર્ટફોલિયો વેચવાની યોજના જાહેર કરી છે.
એલિવેશન કેપિટલ, પીક XV પાર્ટનર્સ, પ્રોસસ અને સોફ્ટબેંક જેવા મુખ્ય રોકાણકારો દ્વારા સમર્થિત બેંગલુરુ સ્થિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો 3 ડિસેમ્બરે તેનો IPO લોન્ચ કરી રહ્યું છે. તે જ દિવસે દલાલ સ્ટ્રીટ પર આ બીજો પબ્લિક ઇશ્યૂ હશે. કંપનીનો હેતુ નવા ઇશ્યૂ દ્વારા રૂ. 4,250 કરોડ એકત્ર કરવાનો છે, જ્યારે પબ્લિક શેરધારકો ઓફર-ફોર-સેલ દ્વારા 10.55 કરોડ ઇક્વિટી શેર વેચશે. OFSમાં એલિવેશન કેપિટલ, પીક XV પાર્ટનર્સ, ગોલ્ડન સમિટ, વાય કોમ્બિનેટર અને પ્રમોટર્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ IMFની સખત ટિપ્પણીથી હલચલઃ ભારતીય જીડીપી આંકડામાં ખામીઓ, 7 ટકા વૃદ્ધિ દર રહેવાનું અનુમાન












