આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ચીનમાં SCO સમિટઃ મોદી, જિનપિંગ અને પુતિનની મુલાકાત પર વિશ્વની નજર

બેઇજિંગ, તા. 31 ઓગસ્ટ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ગઈકાલે ચીન પહોંચ્યા હતા. SCO સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાએ ભારત, ચીન સહિત અનેક દેશો પર લાદેલા ટેરિફના કારણે સમગ્ર વિશ્વની નજર આ સમિટ પર છે. આ SCO મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન એકસાથે હશે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકા સંબંધોમાં અચાનક આવેલી કડવાશને જોતા પીએમ મોદીની ચીન યાત્રા વધુ મહત્વની બની ગઈ છે.

વડાપ્રધાન મોદી મુખ્યત્વે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે શાંઘાઈ સહયોગ સંગઠનના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન આવ્યા છે. વડા ધાન મોદી છેલ્લે જૂન 2018માં SCO શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન ગયા હતા. ત્યારબાદ, ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ ઓક્ટોબર 2019માં બીજા ‘અનૌપચારિક શિખર સંમેલન’ માટે ભારત આવ્યા હતા. પરંતુ જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો હતો. આ તણાવને દૂર કરવા માટે બંને દેશો તરફથી પ્રયાસો ચાલી રહ્યા હતા. આ જ ક્રમમાં, તાજેતરમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ ઈએ ભારતનો પ્રવાસ કર્યો હતો.

અમેરિકાએ ભારત-ચીન પર તોતિંગ ટેરિફ લગાવ્યો

ટ્રમ્પે ભારત અને ચીન પર તોતિંગ ટેરિફ લગાવ્યો છે, જ્યારે બીજી તરફ રશિયા પર પણ ઘણા પ્રતિબંધો મૂક્યા છે. તિયાંજિન પહોંચ્યાના થોડા સમય બાદ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીનો મોદીને ફોન આવ્યો હતો. પીએમ મોદી સોમવારે આ ચીની શહેરમાં શિખર સંમેલન દરમિયાન પુતિન સાથે વ્યાપક વાતચીત કરવાના છે અને યુક્રેન સંઘર્ષ આ વાતચીતના મુખ્ય વિષયોમાંથી એક હોવાની અપેક્ષા છે.

આજે જિનપિંગ સાથે ચર્ચા કરશે પીએમ મોદી

રવિવારે મોદીની ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત અને ચીન બંને ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે વૈશ્વિક વેપારમાં ઉભા થયેલા તણાવ વચ્ચે પોતાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વિચાર કરી રહ્યા છે.

પુતિન સાથે મુલાકાત પહેલા મોદીની ઝેલેન્સ્કી સાથે થઈ વાત

આ દરમિયાન, મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું કે ભારત યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના તમામ પ્રયાસોનું સમર્થન કરે છે. ઝેલેન્સ્કીએ મોદીને કહ્યું હતું કે યુદ્ધનો અંત તાત્કાલિક યુદ્ધવિરામથી થવો જોઈએ. બાદમાં મોદીએ એક્સ પર લખ્યું – ‘રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીનો તેમના ફોન કોલ માટે આભાર. અમે ચાલી રહેલા સંઘર્ષ, તેના માનવતાવાદી પાસા અને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પર વિચાર-વિમર્શ કર્યો. ભારત આ દિશામાં તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.’

વડાપ્રધાન મોદીની યાત્રા ચીન-ભારત સંબંધોમાં નવી ગતિ લાવશે: ભારતમાં ચીની રાજદૂત

SCO શિખર સંમેલન માટે ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે તિયાંજિનમાં ભારત દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચીનના રાજદૂતે એક્સ પર પોસ્ટ કર્યું કે SCO શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદીનું ચીનમાં હાર્દિક સ્વાગત છે. મને વિશ્વાસ છે કે આ યાત્રા ચીન-ભારત સંબંધોમાં નવી ગતિ લાવશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ, જુઓ આંકડા

Back to top button