Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

આરોપીએ માસ્ક ઉતારતા જ ધ્રુજી ઉઠી માસૂમઃ નજારો જોતા જ SCએ મેડિકલ રિપોર્ટ કરી લીધા સાઇડલાઇન, POCSO હેઠળ ફટકારી સજા

નવી દિલ્હી: 15 નવેમ્બર, 2025: Supreme Court: એક ચાર વર્ષની બાળકી ભલે બોલી પણ નહોતી શકતી, પરંતુ તેની આંખોમાં છલકાયેલા ડરે સુપ્રીમ કોર્ટને હચમચાવી દીધું. બાળકીને કોર્ટમાં આરોપી સામે લાવવામાં આવી, પણ માસ્ક વિનાના આરોપીને જોતા જ તેના પગ ધ્રૂજવા લાગ્યા, ચહેરો સફેદ પડી ગયો અને તે જોર-જોરથી રડવા લાગી.

સુપ્રીમ કોર્ટે આ ભાવનાત્મક ક્ષણને આરોપીની દોષસિદ્ધિનો સૌથી મોટો આધાર માનતા કહ્યું કે, “આ વર્તન તેના મનમાં ભરેલા ભય અને ઊંડા આઘાતનું પ્રમાણ છે.” કોર્ટે આરોપીની માફીની અરજી ફગાવી દીધી, જોકે તેની સજા સાત વર્ષથી ઘટાડીને છ વર્ષ કરી દીધી છે.

માતાએ જોયો હતો દર્દનાક દ્રશ્ય

ઘટના 15 ઓગસ્ટ, 2021ની છે. સ્વતંત્રતા દિવસની સાંજે એક માતાએ પોતાની બાળકીને દર્દથી પીડાતી જોઈ. આરોપી અડધી પેન્ટમાં બાળકીની બાજુમાં બેઠો હતો. બાળકી રડતા-રડતા વારંવાર પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થવાની ફરિયાદ કરી રહી હતી. તેના કપડાં પણ અસ્તવ્યસ્ત હતા અને આરોપી તે દ્રશ્ય જોતા જ ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાની માતા અને પિતાએ અદાલતમાં સતત અને સ્પષ્ટ ગવાહી આપી, જેનાથી આખો મામલો સામે આવ્યો.

મેડિકલ રિપોર્ટ નહીં, ‘ડર’ બન્યો સૌથી મોટો પુરાવો

મેડિકલ રિપોર્ટમાં બાળકીને કોઈ ગંભીર ઈજા નહોતી, પરંતુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી. અંજારિયા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે કહ્યું કે, “જ્યારે આંખે દેખેલી વિશ્વસનીય ગવાહી હોય, ત્યારે મેડિકલ રિપોર્ટ પાછળ રહી જાય છે.”

આ કેસમાં સૌથી નિર્ણાયક ક્ષણ ત્યારે આવી, જ્યારે બાળકીને કોર્ટમાં આરોપીની સામે લાવવામાં આવી. તે થોડી જ સેકન્ડોમાં તેનો આઘાત આખા કોર્ટરૂમમાં ફેલાઈ ગયો. તેણે મોઢું ફેરવી લીધું, માથું ઝુકાવી દીધું, રડવા લાગી અને આરોપી તરફ જોવાનો પણ ઇનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે તેને “એક ચાર વર્ષની બાળકીના મનમાં વસેલા ભય અને આઘાતની પ્રત્યક્ષ ગવાહી” ગણાવી.

‘આ શીખવાડેલું નિવેદન ન હોઈ શકે’

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે, આવી પ્રતિક્રિયા કોઈ શીખવાડેલા નિવેદન કે જૂઠનું પરિણામ ન હોઈ શકે. ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે આરોપીને POCSO એક્ટની કલમ 9(m) અને 10 હેઠળ દોષી ઠેરવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય માન્યો.

જોકે, આરોપી પહેલેથી જ 4 વર્ષ અને 5 મહિના જેલમાં વિતાવી ચૂક્યો હોવાથી, સુપ્રીમ કોર્ટે તેની સજા 7 વર્ષથી ઘટાડીને 6 વર્ષ કરી દીધી. 6,000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરવા પર એક વર્ષની વધારાની સજા યથાવત રાખવામાં આવી છે.

આ પણ વાંચો :કોણ બનશે બિહારના આગામી મુખ્યમંત્રી? JDUએ કહ્યું નીતિશ કન્ફર્મ, ભાજપનું સસ્પેન્સ યથાવત

આ પણ વાંચો :‘આધાર ફક્ત ઓળખનો દસ્તાવેજ, નાગરિકતાનો નહીં…’ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની ટિપ્પણી

Back to top button