શુભમન ગિલ નહીં બોલીવુડના આ એક્ટરને ડેટ કરી રહી છે સચિનની લાડકી સારા

મુંબઈ, 04 મે 2025: સચિન તેંડુલકરની દીકરી સારા પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. ક્યારેક બોલીવુડવાળા દોસ્તો સાથે પાર્ટી તો ક્યારેક ક્રિકેટર શુભમન ગિલ સાથે ડેટિંગ અને બ્રેકઅપના સમાચાર. જો કે, સારા તેંડુલકર કોઈ પણ સમાચાર પર ક્યારેય રિએક્શન આપતી નથી. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે શુભમન ગિલ સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. તેનું કારણ ટીવી એક્ટ્રેસ અવનીત કૌર હોવાનું કહેવાય છે. પણ એક્ટ્રેસ પહેલાથી કોઈ અન્યને ડેટ કરી રહી છે. જે હોય તે સારાના જીવનમાં એક નવા શખ્સની એન્ટ્રી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર હાલમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
જે બોલીવુડ એક્ટર સાથે સારા તેંડુલકરનું નામ જોડાઈ રહ્યું છે, તે કોઈ અન્ય નહીં પણ ગલી બોયના એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી છે. રિપોર્ટ અનુસાર, સિદ્ધાંત અને સારા હાલમાં બંને એક બીજા સાથે સમય વિતાવી રહ્યા છે. સાથે જ બંને એક બીજાની નજીક હોવાનું પણ કહેવાય છે.
View this post on Instagram
શું સિદ્ધાંતને ડેટ કરી રહી છે સારા?
હાલમાં જ ફિલ્મફેર પર એક રિપોર્ટ આવ્યો, તેમાં જણાવ્યા અનુસાર, સારા અને સિદ્ધાંતની દોસ્તી શરુઆતી સ્ટેજમાં છે. જો કે બંને નથી ઈચ્છતા કે તેમના સંબંધ વિશે કોઈને કંઈ ખબર પડે. આમ તો સિદ્ધાંત ચતુર્વેદી પહેલા પણ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહી ચુક્યો છે. તેનું નામ અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા સાથે જોડાયેલું હતું. સિદ્ધાંત તેની તસવીરો પર કોમેન્ટ પણ કરતો હતો. પછી એક દિવસ અચાનક એકબીજાને અનફોલો કરી દીધા. જો કે બંને એક સાથે સમય વિતાવતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: મોદી સરકારે IMF બોર્ડમાંથી એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટરને હટાવ્યા, જાણો કેમ થઈ આ કાર્યવાહી












