સલમાનખાનની તસવીરો Viral, 59ની ઉંમરે યંગસ્ટર્સ જેવી બૉડી બનાવી!

HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડના દબંગ સુપરસ્ટા
- અભિનેતાની નવી તસવીરો ‘રેસ 3’માં સલમાનના સહ-કલાકાર રહેલા સાજન સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે
ર સલમાન ખાનને ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. તેમનું મજબૂત શરીર અને ફિટનેસ ઘણીવાર ફિલ્મો અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. હવે સલમાન ખાનની કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેને જોઈને ચાહકો તેમની યુવાની અને આકર્ષણની પ્રશંસા કરતા થાકતા નથી.
સલમાન ખાનની નવી તસવીરો વાયરલ
અભિનેતાની નવી તસવીરો ‘રેસ 3’માં સલમાનના સહ-કલાકાર રહેલા સાજન સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં સલમાન કાળા રંગના ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળે છે. તે ક્લીન-શેવન લુકમાં જોઈ શકાય છે અને એકદમ સુંદર લાગે છે. કાળા રંગના ટી-શર્ટમાં ભાઈજાનના સ્નાયુઓ 30-35 વર્ષના યુવાન જેવા દેખાય છે. તેનો સુંદર દેખાવ અને ટ્રાન્સફોર્મેશન આજના યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે.
View this post on Instagram
ભાઈજાનના ટ્રાન્સફોર્મેશનથી ચાહકો આશ્ચર્યચકિત
ચાહકો આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે 59 વર્ષનો સલમાન ખાન આ ઉંમરે પણ આટલો યુવાન કેવી રીતે દેખાય છે. એક યુઝરે લખ્યું, “સલમાન સર ખરેખર યુવાન લાગે છે!” બીજાએ લખ્યું, “સલમાન એક ફાઈન વાઇન જેવો દેખાય છે.” અન્ય યુઝરે લખ્યું છે ‘ભાઈજાન 59 વર્ષનો નહીં, 25 વર્ષનો લાગે છે.
આ પણ વાંચોઃ પતિના પગલે કાજોલ, ફિલ્મમાં શેતાન જેવા ખતરનાક અવતારમાં જોવા મળશે, શું અજય કેમિયો કરશે?












