મનોરંજન

‘માતૃભૂમિ’ ના સર્ટિફિકેટ વિવાદ પર નિર્માતાઓએ તોડ્યું મૌન: સલમાન ખાનની હાઈ-વોલ્ટેજ ફિલ્મ ક્યારે થશે રિલીઝ

Salman Khan Matrubhoomi Movie: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ “માતૃભૂમિ: મે ધ વોર રેસ્ટ ઇન પીસ” ને લઈને સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ચાલી રહેલી અફવાઓ પર આખરે પ્રોડક્શન હાઉસે પૂર્ણવિરામ મૂક્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ફિલ્મના સર્ટિફિકેશનને અટકાવી દેવામાં આવ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ વિવાદ વચ્ચે સલમાન ખાન ફિલ્મ્સે શનિવારે બપોરે એક સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને તમામ અટકળોને સખત શબ્દોમાં ફગાવી દીધી છે.

ફિલ્મ હજુ સેન્સર બોર્ડને સબમિટ જ કરાઈ નથી

સલમાન ખાન ફિલ્મ્સે તેની સત્તાવાર પોસ્ટમાં સ્પષ્ટતા કરતા લખ્યું છે કે, “‘માતૃભૂમિ’ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અથવા તેનું પ્રમાણપત્ર મોકૂફ રાખવામાં આવ્યું છે તેવા તમામ દાવા તદ્દન ખોટા અને ભ્રામક છે. વાસ્તવિકતા એ છે કે આ ફિલ્મને હજુ સુધી CBFC સમક્ષ પ્રમાણપત્ર મેળવવા માટે સબમિટ જ કરવામાં આવી નથી, તેથી આવા નકારાત્મક અહેવાલોનો કોઈ આધાર નથી.” બેનરે મીડિયા અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ આવી વણચકાસાયેલ માહિતી શેર ન કરે. ફિલ્મ સંબંધિત તમામ સત્તાવાર અપડેટ્સ ભવિષ્યમાં માત્ર તેમની ઓફિશિયલ ચેનલો દ્વારા જ આપવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓગસ્ટ 2026 માં રિલીઝ થવાની શક્યતા

અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત “માતૃભૂમિ” એક હાઈ-વોલ્ટેજ એક્શન વોર ડ્રામા દેશભક્તિ ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2020 માં ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી લશ્કરી અથડામણની સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય આર્મી ઓફિસર એટલે કે શહીદ કર્નલ બી. સંતોષ બાબુની દમદાર ભૂમિકામાં જોવા મળશે, જ્યારે તેમની સામે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મુખ્ય રોલમાં છે. અગાઉ આ ફિલ્મનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું. નિર્માતાઓએ હજુ સુધી તેની ચોક્કસ રિલીઝ ડેટ જાહેર કરી નથી, પરંતુ આ ફિલ્મ ઓગસ્ટ 2026 ના મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો: મુંબઈમાં વરસાદી માહોલ વચ્ચે આમિર-ગૌરીના લગ્નનો વીડિયો સામે આવ્યો

Back to top button