ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટ્સ

Saina Nehwalએ 7 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો, ડિવોર્સનું એલાન કર્યું

હૈદરાબાદ, 14 જુલાઈ 2025:  ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલે રવિવારે પોતાના પતિ પારૂપલ્લી કશ્યપથી અલગ થવાની જાહેરાત કરી. 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાયનાએ ઇન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 બેડમિન્ટન સ્ટાર સાઇનાએ પોસ્ટમાં કહ્યું, ‘જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ખૂબ વિચાર કર્યા પછી, પારૂપલ્લી અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે બંને પોતાના માટે અને એકબીજા માટે શાંતિ અને પ્રગતિ પસંદ કરી રહ્યા છીએ. હું તે યાદો માટે આભારી છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. આ સમય દરમિયાન અમારી ગોપનીયતાને સમજવા અને આદર આપવા બદલ આભાર.’

સાયના-પારૂપલ્લી સાથે
સાયના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપે 2018 માં લગ્ન કર્યા હતા. સાયના અને પારૂપલ્લી બંનેએ હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડેમીમાં તાલીમ લીધી હતી. જ્યારે સાયનાએ ઓલિમ્પિકમાં પોતાના શાનદાર પ્રદર્શન અને બ્રોન્ઝ મેડલને કારણે હેડલાઇન્સ બનાવી હતી, ત્યારે પારૂપલ્લી કશ્યપે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને બેડમિન્ટન જગતમાં પોતાનું નામ સ્થાપિત કર્યું હતું.

સાયનાની સિદ્ધિઓ

કર્ણમ મલ્લેશ્વરી પછી, સાઇના નેહવાલ ઓલિમ્પિક મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બની. 2015 માં, સાયના મહિલા સિંગલ્સમાં વિશ્વ નંબર-1 રેન્કિંગ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય મહિલા શટલર બની. તે ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પણ બની.

જોકે, પારુપલ્લી કશ્યપે સાયના નેહવાલથી અલગ થવા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચાહકો એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે પારુપલ્લી કશ્યપ તેની પત્ની સાઇનાથી અલગ થવા પર શું માહિતી આપશે.

આ પણ વાંચો : BRAHMOS હવે ફક્ત મિસાઇલ નહીં, ભારતના આત્મવિશ્વાસનું પ્રતીક: 15 દેશ ખરીદીની લાઇનમાં

Back to top button