સાબરકાંઠા: શું BZ ગ્રુપના ભુપેન્દ્રસિંહ ઝાલા ખરેખર કૌભાંડી છે કે રાજકીય ષડયંત્રનો શિકાર!; જાણો રોકાણકારોએ શું કહ્યું?

14 એપ્રિલ 2025 સાબરકાંઠા: BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા પર ગઈ સાલ 2024ના અંતમાં આશરે રૂપિયા 6,000 કરોડના કૌભાંડ કરી રોકાણકારો સાથે છેતરપિંડી કર્યા હોવાની અચાનકથી વિગતો સામે આવતા સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને ગુજરાત કોંગ્રેસે આ પ્રશ્ન દેશની સંસદમાં પણ ઉઠાવ્યો હતો. અને આરોપ અને પ્રત્યારોપણ પક્ષ અને વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. રાજ્યની મીડિયામાં પણ 6,000 કરોડના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા વિશે મોટાભાગે સ્ટોરીઓ ચાલી હતી. તો કે આ આ વિષયની ગંભીરતાને જોઈને સરકારે તપાસની જવાબદારી CID ક્રાઈમને સોંપી હતી. જે બાદ તપાસમાં અલગ જ તથ્યો બહાર આવ્યા હતા. અને એ તથ્યોએ સરકારનો ઉચ્ચ અધિકારીઓ અને રોકાણકારો તેમજ રાજ્યની જનતાને ચોંકાવી દીધા હતા. ત્યારે સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા વારંવાર ભુપેન્દ્રસિંહ ઝાલા નિર્દોષ છે તેવા રાજ્યની મીડિયામાં નિવેદનો આપ્યા બાદ આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ભુપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્લોબલ એજ્યુકેશન મથક ખાતે 200થી વધુ રોકાણકારો ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ભેગા થયા હતા. અને તેમણે ભુપેન્દ્રસિંહ ઝાલા નિર્દોષ છે અમારી સાથે છેતરપિંડી ન કરી હોવાના એફિડેવિટ રજૂ કરી રાજ્યની તપાસ એજન્સીઓ પર સવાલો ઊભા કર્યા હતા.


6000 કરોડનું કૌભાંડ એક રાજકીય ષડયંત્ર: અતુલ દવે
સામાજિક કાર્યકર અતુલ દવે હમ દેખે ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભુપેન્દ્રસિંહ ઝાલા નિર્દોષ છે તેમને રાજકીય ષડયંત્ર થકી ફસાવવામાં આવ્યા છે. 6000 કરોડની અફવાઓ ફેલાવવામાં આવી છે. એક સારા માણસની છબીને ધ્રુમિલ કરવાનો પ્રયાસ સાબરકાંઠા હિંમતનગરના મોટા માથા દ્વારા બંધ બારણે કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આવનારી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હિંમતનગર બેઠકમાં પોતાનું વર્ચસ્વ ગુમાવતા તથા ચૂંટણી ટિકિટ ન મળવાના ડરથી ખોટી રીતે BZ ગ્રુપને બદનામ કરવામાં આવ્યા છે.

અમને ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપર પૂર્ણ ભરોસો છે: રોકાણકાર
BZના રોકાણકાર પરમબેન ચૌધરીએ HD ન્યૂઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમને ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજ સુધી કોઈ પણ પ્રકારની છેતરપિંડી અમારી સાથે થઈ નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાને રાજકીય રીતે ફસાવવામાં આવ્યા છે. ભુપેન્દ્રસિંહ સરકારી પર કાર્યવાહી કર્યા બાદ આજે અમને મળતું વળતર બંધ થઈ ગયું છે. એનું કારણ છે BZ ગ્રુપના તમામ બેન્ક ખાતા સીલ કરી દેવામાં આવ્યા છે. ભુપેન્દ્રસિંહ ઝાલા અમને અમારું વળતર દેવા તૈયાર છે. અમારું રોકાણ સુરક્ષિત છે. પરંતુ તેઓ જેલમાંથી મુક્ત ન થવાને કારણે આજે અમારી પરિસ્થિતિ કથળી છે.
ભુપેન્દ્રસિંહ ઝાલાને જેલ મુક્ત ન્યાય આપો: રોકાણકાર
વધુ એક રોકાણકારે જણાવ્યું હતું કે છેતરપિંડી કરવાનો સવાલ જ ઉભો નથી થતો કારણ કે મૂળ રકમ 422 કરોડની છે તેમ જેમાંથી 250 ચૂકવાઇ ગયા છે ને 172 કરોડ બાકી છે અને એ પૈસાનું સમયસર વ્યાજ અમને મળી રહ્યું છે અને ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલની હાઇકોર્ટની રજૂઆત મુજબ જો રોકાણકારોને એમના પૈસા પાછા જોતા હોય તો અમે એ પણ આપી દેવા તૈયાર છીએ. પરંતુ અમારા ખાતા અનફ્રીઝ કરવામાં આવે અને અમારા ક્લાઈન્ટને જેલ મુક્ત કરવામાં આવે. જેથી અમારી તમામની એકજૂથ રીતે સરકારને વિનંતી છે કે આ કેસની ઝડપથી યોગ્ય તપાસ કરી ભુપેન્દ્રસિંહ ઝાલાને મુક્ત કરી અમને ન્યાય આપે તેવી માંગણી છે.











