‘RSS-ભાજપને બંધારણ ખટકે છે, તેમને મનુસ્મૃતિ જોઈએ છે…’ સંઘ મહાસચિવના નિવેદન પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ 27 જૂન, 2025: Rahul Gandhi: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે દ્વારા બંધારણના આમુખમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવાની વાત કર્યા બાદ, દેશના રાજકારણમાં એક નવો વિવાદ ઊભો થયો છે. વિપક્ષ સતત RSS અને BJP ને ઘેરી રહ્યું છે. આ ક્રમમાં, હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે RSS-BJP બંધારણ નહીં, પણ મનુસ્મૃતિ ઇચ્છે છે.
ગુરૂવારે (26 જૂન) દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન, દત્તાત્રેય હોસાબાલેએ કહ્યું હતું કે, “1976માં કટોકટી દરમિયાન, ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો બંધારણમાં બળજબરીથી ઉમેરવામાં આવ્યા હતા અને હવે તેમને દૂર કરવાનો સમય આવી ગયો છે. 42મા સુધારા દ્વારા ઉમેરવામાં આવેલા ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો કૃત્રિમ છે અને તેમને બંધારણમાંથી દૂર કરવા જોઈએ.”
રાહુલ ગાંધીએ શું કહ્યું?
આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘RSSનું માસ્ક ફરી ઉતરી ગયું છે. બંધારણ તેમને ખૂંચે છે કારણ કે તે સમાનતા, ધર્મનિરપેક્ષતા અને ન્યાયની વાત કરે છે. RSS-BJP બંધારણ નથી ઈચ્છતા, તેઓ મનુસ્મૃતિ ઇચ્છે છે. તેઓ બહુજન અને ગરીબોને તેમના અધિકારો છીનવીને ફરીથી ગુલામ બનાવવા માંગે છે. તેમનો વાસ્તવિક એજન્ડા તેમની પાસેથી બંધારણ જેવું શક્તિશાળી હથિયાર છીનવી લેવાનો છે. RSSએ આવા સપના જોવાનું બંધ કરી દેવું જોઈએ. અમે તેમને ક્યારેય સફળ નહીં થવા દઇએ. દરેક દેશભક્ત ભારતીય છેલ્લા શ્વાસ સુધી બંધારણનું રક્ષણ કરશે.’
RSS का नक़ाब फिर से उतर गया।
संविधान इन्हें चुभता है क्योंकि वो समानता, धर्मनिरपेक्षता और न्याय की बात करता है।
RSS-BJP को संविधान नहीं, मनुस्मृति चाहिए। ये बहुजनों और ग़रीबों से उनके अधिकार छीनकर उन्हें दोबारा ग़ुलाम बनाना चाहते हैं। संविधान जैसा ताक़तवर हथियार उनसे छीनना इनका…
— Rahul Gandhi (@RahulGandhi) June 27, 2025
બંધારણ નાગરિકો માટે સંરક્ષણ કવચ: ચંદ્રશેખર આઝાદ
આઝાદ રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, ‘આ બંધારણ બધા નાગરિકો માટે સંરક્ષણ કવચ છે. તેમાં કોઈ શંકા નથી કે 1976માં સુધારા દ્વારા કેટલાક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ બંધારણનો આત્મા ક્યારેય કોઈ પક્ષ કે વિચારધારાનો બંધક રહ્યો નથી. બાબા સાહેબ આંબેડકરે એમ પણ કહ્યું હતું કે જો બંધારણનો અમલ કરનારાઓના ઇરાદા સ્પષ્ટ હશે, તો તે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ સાબિત થશે.’
આ પણ વાંચોઃ સવારે 6થી સાંજે 8 સુધીમાં રાજ્યના 151 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ કચ્છના માંડવીમાં 2.32 ઈંચ
આ પણ વાંચોઃ ઓડિશામાં રથયાત્રા દરમિયાન સર્જાયો અકસ્માતઃ 600 જેટલાં લોકો ઈજાગ્રસ્ત












