લગ્નના 25 વર્ષ બાદ ફરી દુલ્હા-દુલ્હન બન્યા રેણુકા શહાણે અને આશુતોષ રાણા

Renuka Shahane Marriage: બોલિવૂડના સૌથી લોકપ્રિય અને આદર્શ દંપતિઓમાં ગણાતા આશુતોષ રાણા અને રેણુકા શહાણેએ તેમની લગ્નજીવનની 25મી એનિવર્સરીને અનોખી રીતે ઉજવી છે. 25 મે, 2001ના રોજ લગ્નના બંધનમાં બંધાયેલા આ દંપતીએ સિલ્વર જુબિલીના ખાસ અવસરે ફરી એકવાર લગ્નની યાદોને તાજી કરી હતી.
વર્ષગાંઠની ઉજવણી દરમિયાન બંનેએ ફરી દુલ્હા-દુલ્હન બનીને એકબીજાને વરમાળા પહેરાવી હતી. એટલું જ નહીં, તેમણે ફરીથી સાત ફેરા લઈને જીવનભર સાથે રહેવાના વચનોનું પુનરાવર્તન પણ કર્યું હતું. આ ખાસ ક્ષણ તેમના પરિવાર માટે પણ ખૂબ જ યાદગાર બની રહી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પ્રસંગે દંપતિના બંને પુત્રો,શૌર્યમન રાણા અને સત્યેન્દ્ર રાણા પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના માતા-પિતાને ફરી લગ્નની વિધિઓ નિભાવતા જોયા અને ઉજવણીમાં ભાગ લીધો હતો.
View this post on Instagram
સમારંભ દરમિયાન પૂજા-અર્ચના કરવામાં આવી હતી તેમજ કેક કાપીને આ ખુશીના અવસરની ઉજવણી કરવામાં આવી હતી. આશુતોષ રાણાએ આ સમગ્ર ઉજવણીની ઝલક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. સાથે જ તેમણે પત્ની રેણુકા શહાણે માટે લાગણીસભર સંદેશ પણ લખ્યો હતો, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મી છે બંનેની લવ સ્ટોરી
આશુતોષ રાણા અને રેણુકા શહાણેની પ્રેમકથા પણ કોઈ ફિલ્મી કથાથી ઓછી નથી. બંનેની પ્રથમ મુલાકાત ફિલ્મ નિર્માતા Hansal Mehtaની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. કહેવાય છે કે આશુતોષ રાણાને પ્રથમ મુલાકાતમાં જ રેણુકા પ્રત્યે લાગણી થઈ ગઈ હતી.
પછી તેમણે એક કવિતા લખીને રેણુકાને પ્રપોઝ કર્યું હતું. લગભગ અઢી વર્ષ સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2001માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આજે 25 વર્ષ બાદ પણ તેમનો સંબંધ પ્રેમ, વિશ્વાસ અને સમજણનું સુંદર ઉદાહરણ માનવામાં આવે છે.
બંને કલાકારોની આ ખાસ ઉજવણીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેમને લગ્નજીવનના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો : 5 મહિનામાં બીજી વાર જેલમાંથી બહાર આવ્યો રામ રહીમ, 30 દિવસના પેરોલ મળ્યા












