ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

‘બંગાળ DGPને હટાવો, પુરાવા ચોરીમાં મદદ કરી’, I-PAC રેડ મામલે EDની SCમાં નવી અરજી

પશ્ચિમ બંગાળ, 15 જાન્યુઆરી 2026:   I-PAC રેડ મામલે EDએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને પશ્ચિમ બંગાળ પોલીસના DGP રાજીવ કુમારને હટાવવાની માંગ કરી છે. EDએ અરજીમાં પશ્ચિમ બંગાળ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેમાં DGP રાજીવ કુમારનું પણ નામ છે. EDનો આરોપ છે કે આ અધિકારીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મળીને તપાસમાં અડચણો પેદા કરી અને પુરાવાઓની કથિત ચોરીમાં મદદ કરી છે.

અરજીમાં આ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે DGP રાજીવ કુમાર અગાઉ કોલકાતા પોલીસ કમિશનરના પદ પર રહેતા મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ધરણા પર બેઠા હતા.

આ પણ વાંચો : બંધારણ ભવનમાં CSPOCનું ઉદ્ઘાટન, પીએમ મોદીએ ભારતીય લોકશાહીની સિદ્ધિઓ ગણાવી

Back to top button