RCB vs SRH: વિરાટ કોહલી 69, પડિક્કલ 61, ડફીના 3 વિકેટે આરસીબીની 6 વિકેટે જીત
RCB vs SRH : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના ઉદ્ઘાટન મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ શાનદાર પ્રદર્શન કરતાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 6 વિકેટે હરાવી દીધી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં SRHએ આરસીબીને જીતવા માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને આરસીબીએ માત્ર 15.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો.
આરસીબીની આ ધમાકેદાર જીતના ત્રણ મુખ્ય હીરો રહ્યા — વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ અને જેકબ ડફી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જેકબ ડફીનું ડેબ્યુ જાદુ
આરસીબીના ન્યુઝીલેન્ડના ઝડપી બોલર જેકબ ડફીએ IPL ડેબ્યુ પર જ પાવરપ્લેમાં ત્રાટક કર્યો. તેણે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતીશ કુમાર રેડ્ડીના મહત્વના વિકેટ્સ ઝડપીને SRHની શરૂઆતને ધ્વસ્ત કરી નાખી. 22 રન આપીને ૩ વિકેટ લેનાર ડફીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
દેવદત્ત પડિક્કલની તુફાની બેટિંગ
ટાર્ગેટનો પીછો કરતી વખતે આરસીબીની શરૂઆત મજબૂત રહી. ફિલ સોલ્ટ સસ્તામાં આઉટ થયા પછી ક્રીઝ પર આવેલા દેવદત્ત પડિક્કલએ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તુફાની અંદાજ બતાવ્યો. તેણે માત્ર 26 બોલમાં 61 રન ઠોકી દીધા, જેમાં 7 ચોગ્ગા અને 4 છક્કા સામેલ હતા.
પડિક્કલ અને વિરાટ કોહલી વચ્ચે બીજા વિકેટ માટે 101 રનની જબરદસ્ત પાર્ટનરશીપ થઈ, જેણે મેચને એકતરફી બનાવી દીધી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિરાટ કોહલીની અનુભવી રમત
પડિક્કલ આઉટ થયા પછી વિરાટ કોહલીએ પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખી અને મેચ જીતાડીને જ પેવેલિયન પરત ફર્યા. કોહલીએ કેપ્ટન રજત પાટીદાર (31 રન) સાથે ત્રીજા વિકેટ માટે 53 રનની પાર્ટનરશીપ કરી. કોહલીએ 38 બોલમાં નોટઆઉટ 69 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 5 છક્કા હતા. આ દરમિયાન તેણે 33 બોલમાં sv પોતાનું અર્ધશતક પૂરું કર્યું. આ IPL કરિયરનું તેમનું 64મું અર્ધશતક હતું.
ઈશાન કિશનની ઇનિંગ્સ વ્યર્થ
SRHએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 201 રન બનાવ્યા. કેપ્ટન ઈશાન કિશનએ 38 બોલમાં 80 રનની ધમાકેદાર પારી રમી. અનિકેત વર્મા (43 રન) અને હેનરિક ક્લાસેન (31 રન)એ પણ મહત્વનું યોગદાન આપ્યું. ક્લાસેન અને કિશન વચ્ચે ચોથા વિકેટ માટે 97 રનની પાર્ટનરશીપ થઈ.
આ મેચમાં વિરાટ કોહલીનો અનુભવ, દેવદત્ત પડિક્કલની આક્રમકતા અને જેકબ ડફીની શાનદાર ગેંદબાજી સૌથી વધુ છવાઈ રહી. આરસીબીએ IPL 2026ની શરૂઆત જીત સાથે કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો કે આ સિઝનમાં પણ તેઓ ટાઈટલના મજબૂત દાવેદાર છે.
આ પણ વાંચો : ભંગારની દુકાનમાં વિસ્ફોટ: બેના મૃત્યુ, બે ગંભીર રીતે ઘાયલ












