ટ્રેન્ડિંગમનોરંજન

રામ ગોપાલ વર્માએ ધુરંધરની આખી ટીમના ખૂબ કર્યા વખાણ, જાણો શું કહ્યું

  • રામ ગોપાલે ટ્વીટ કર્યું છે કે મારું માનવું છે કે આદિત્ય ધરની ફિલ્મે એકલા હાથે ભારતીય સિનેમાનું ભવિષ્ય બદલી નાખ્યું છે

HD ન્યુઝ ડેસ્કઃ આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર Dhurandhar હાલમાં સમાચારમાં છે. આ ફિલ્મને માત્ર દર્શકો જ નહીં પરંતુ ફિલ્મ ઉદ્યોગ તરફથી પણ સકારાત્મક સમીક્ષાઓ મળી રહી છે. દરેક જગ્યાએ સેલિબ્રિટી ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે અને હવે રામ ગોપાલ વર્મા Ram Gopal Varmaએ પોતાનો રિવ્યૂ શેર કર્યો છે. તે ધૂરંધરને ફિલ્મ ઉદ્યોગ માટે વોર્નિંગ માને છે.

રામે શું કહ્યું?

રામ ગોપાલે ટ્વીટ કર્યું છે કે મારું માનવું છે કે આદિત્ય ધરની ફિલ્મે એકલા હાથે ભારતીય સિનેમાનું ભવિષ્ય બદલી નાખ્યું છે, પછી ભલે તે ઉત્તર હોય કે દક્ષિણ. ધુરંધરે જે એચિવ કર્યું છે તે ફક્ત સ્કેલમાં નથી, પરંતુ એવું કશુંક છે જેનો ક્યારેય કોઈએ અનુભવ નથી કર્યો. આદિત્યએ અહીં માત્ર દ્રશ્યોનું દિગ્દર્શન જ કર્યું નથી, પરંતુ તેમણે કેરેક્ટર્સ અને અમે દર્શકો બંનેની માનસિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખી છે.

આ ફિલ્મ દેખાડો કરતી નથી

રામે લખ્યું છે કે આ ફિલ્મ ફક્ત તમારું એટેન્શન નથી માંગતી, પરંતુ કમાન્ડ પણ કરે છે. પહેલા જ શોટથી અહેસાસ કરાવે છે કે કંઈક ઈરરિવર્સિબલ છે. આ એક એવી ફિલ્મ છે જે પોલાઈટનેસનો દેખાડો કરતી નથી. ફિલ્મમાં પરફોર્મન્સ એવું નથી કે જેને પસંદ કરવામાં આવે, પરંતુ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી પણ લાંબા સમય સુધી યાદ રહે. દરેક પાત્ર પોતાના ખભા પર એક ઈતિહાસ લઈને ચાલે છે.

રામે વધુમાં કહ્યું કે સૌથી મોટી જીત એ છે કે આદિત્ય માનતો હતો કે દર્શકો બુદ્ધિશાળી છે, આ એક મોટું સન્માન છે જે એક દિગ્દર્શક દર્શકોને આપી શકે છે.

ફિલ્મમાં હિંસા અંગે રામે લખ્યું, ટેકનિકલી, આ ફિલ્મ મુખ્ય પ્રવાહના ભારતીય સિનેમાના વ્યાકરણને ફરીથી બનાવે છે. સાઉન્ડ ડિઝાઈન ફક્ત દ્રશ્યોને શણગારતી નથી, તે તેમને સ્ટોક કરે છે. અહીં એક્શન ફક્ત કોરિયોગ્રાફી નથી. તે વાસ્તવિક હિંસા જેવું લાગે છે.

રણવીર-અક્ષય વિશે પણ વાત કરી

રામે કહ્યું, આ ખૂબ જ સારી વાત છે કે રણવીર પાછળ હટી ગયો અને અક્ષય ખન્નાને ફ્રેમ ભરવાની તક આપી કારણ કે તે વાર્તા માટે જરૂરી હતું અને રણવીરને સિનેમાની સારી સમજ છે. અંતમાં રામુએ લખ્યું કે ધુરંધરની સફળતા ફક્ત આગામી બ્લોકબસ્ટર નથી પરંતુ તે ફિલ્મ ઉદ્યોગ માટે ગ્રો અપ થવાની ચેતવણી છે.

ધુરંધરની વાત કરીએ તો આ ફિલ્મે પઠાણ અને ગદર 2 જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ફિલ્મે અત્યાર સુધીમાં ₹460.20 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચોઃ કુમાર સાનુએ એક્સ વાઈફ સામે કર્યો માનહાનિનો કેસ, 50 કરોડનું વળતર માંગ્યુ!

Back to top button