ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિહારને ટક્કર મારે તેવી રાજકોટમાં ઘટના ઘટી, વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ ચલાવી

રાજકોટ: શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને ગઇકાલે(19 જૂન) રાત્રે 1 વાગ્યાની આસપાસ બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 5થી 7 તોલા સોના સહિતની લૂંટ કરી 5થી 7 જેટલા બુકાનીધારી શખસો ફરાર થઈ ગયા છે.

ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. એલસીબી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે.

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે રાત્રિના સમયે ધાડનો બનાવ બન્યો છે. બનાવ સંદર્ભે એફએસએલ, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પણ તપાસવાની કામગીરી ચાલી રહી છે. વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ તે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: દેશની જનતાને લાગી શકે છે વધુ એક મોટો ઝટકો, અલ નીનોથી દૂધના ભાવ વધી શકે

Back to top button