કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ જિલ્લામાં હવે પ્રિસ્ક્રિપ્શન વિના સીરપના વેચાણ પર વોચ,  ડ્રગ્સ વિરોધી કામગીરી કરવા સજ્જ

રાજકોટ, 08 જુલાઇ 2025: Drugs રાજકોટ જિલ્લાકક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. આ તકે જિલ્લા વહીવટી તંત્રે વિવિધ વિભાગ દ્વારા ડ્રગ્સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. રાજકોટ જિલ્લામાં ક્યાય ગાંજા તેમજ અફીણનું વાવેતર જોવા મળે કે મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી.

વેપારીઓ પર સખ્ત કાર્યવાહી થશે

ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા-કોલેજ આસપાસ તમાકુનું વેચાણકર્તા વેપારીઓ પર સખ્ત કામગીરી કરવા સૂચના આપી જિલ્લામાં ક્યાંય ડ્રગ્સનું દૂષણ જોવા મળે તો કડક અને સખત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

નશાનો શિકાર બનતા લોકોને જાગૃત કરવા તાકીદ

રાજકોટ જિલ્લા ક્લેક્ટર ઓમ પ્રકાશે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે,  જે લોકો આ દુષણનો શિકાર બન્યા હોય તેઓ માટે વ્યસનમુક્તિકેન્દ્રનો ખાસ પ્રચાર પ્રસાર કરવામાં આવે. અધિકારીઓને ડ્રગ્સ વિરોધી કામગીરી, જેમાં ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોમાં જાગૃતિ કેળવવા શાળા-કોલેજોમાં કેમ્પ યોજવા પર ખાસ ભાર મુક્યો હતો.

યુવાનોમાં જનજાગૃતિ ઝુંબેશ ચલાવવા સૂચના

ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકાર પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:વરસાદમાં બિસમાર બનેલા રાજકોટના રસ્તાઓની સુધારણા કામગીરી ચાલુ

આ પણ વાંચો:એર ઈન્ડિયા પ્લેન ક્રેશઃ પ્રારંભિક તપાસ અહેવાલ ઉડ્ડનય મંત્રાલયને સુપરત

Back to top button