ટ્રેન્ડિંગમનોરંજન

રજનીકાંતે ઘર બહાર કરી ફેન્સ સાથે મુલાકાત, બિગ બી અને માધુરી સહિતના સ્ટાર્સે દિવાળી વિશ કરી

  • દિવાળીના ખાસ દિવસે બોલિવૂડ, ટેલિવિઝન અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી

HD ન્યુઝ ડેસ્કઃ પ્રકાશનો તહેવાર દિવાળી દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. 20 અને 21 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળીની ઉજવણી થશે. આ ખાસ પ્રસંગે બોલિવૂડ, ટેલિવિઝન અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

અમિતાભ બચ્ચને એક ખાસ પોસ્ટ લખી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના સત્તાવાર X એકાઉન્ટ પર લખ્યું, દિવાળીની ઘણી બધી શુભકામનાઓ. તેમનો સંદેશ ચાહકોને ખૂબ પસંદ પડ્યો હતો અને લોકોએ તેમને શુભેચ્છા પાઠવવાનું શરૂ કર્યું હતું.

ઋતિક રોશને પ્રેમ અને રોશનનીની શુભેચ્છા આપી

અભિનેતા ઋતિક રોશને લખ્યું છે કે પ્રેમ, પ્રકાશ અને સકારાત્મકતા હંમેશા તમારી અને તમારા પ્રિયજનોની આસપાસ રહે. દિવાળીની શુભકામનાઓ, સુંદર લોકો.

અક્ષય કુમારનો ખાસ સંદેશ

પોતાના ચાહકોને સ્મિતથી ભરેલી દિવાળીની શુભેચ્છા પાઠવતા, અક્ષય કુમારે લખ્યું છે કે આ તહેવાર દરેક સ્મિતથી પ્રકાશિત રહે. તમને અને તમારા પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેનીએ લખ્યું છે કે મારા બધા મિત્રોને દિવાળીની શુભકામનાઓ… આ ઉત્સવના દિવસે તમને ખૂબ પ્રેમ અને પ્રકાશ મળે!

રજનીકાંત તેમના ઘરની બહાર ચાહકોને મળ્યા

દર વર્ષની જેમ દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત ચેન્નાઈ સ્થિત તેમના પોએસ ગાર્ડન નિવાસસ્થાને ચાહકોને મળવા આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, રજનીકાંત પરંપરાગત પોશાક – કુર્તા અને વેષ્ટીમાં સજ્જ જોઈ શકાય છે. તેમણે તેમના ચાહકોનું હાથ જોડીને અભિવાદન કર્યું અને તેમના દ્વારા લાવવામાં આવેલી ભેટો પણ સ્વીકારી હતી.

ચાહકોએ હેપ્પી દિવાળી થલાઈવાના નારા લગાવ્યા

રજનીકાંત બહાર આવતાની સાથે જ ચાહકોએ હેપ્પી દિવાળી થલાઈવા! ના નારા લગાવવા લાગ્યા હતા. સુપરસ્ટારે તેમના પ્રેમનો સ્વીકાર કર્યો, તેમને હાથ હલાવીને આભાર માનવા સાથે કેટલાકને ફ્લાઈંગ કિસ કરીને ધન્યવાદ કર્યા હતા. મીડિયા સાથે વાત કરીને રજનીકાંતે બધાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને પછી પોતાના ઘરે ગયા હતા.

આ પણ વાંચોઃ નિધનના થોડા સમય પહેલા અસરાનીએ કરી હતી આખરી પોસ્ટ, જાણો શું કહ્યું હતું?

Back to top button