ભારતને મળી તુર્કીયેની દુઃખતી નસ, જાણો શું છે

નવી દિલ્હી, તા. 16 મે, 2025: ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષમાં તુર્કીયે પાકિસ્તાનની મદદ કરી હતી. પાકિસ્તાને તુર્કીયેના ડ્રોનથી ભારત પર હુમલાની કોશિશ કરી હતી. સેના દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવ્યા બાદથી ભારતમાં તુર્કીયેના વિરોધનો દોર શરૂ થઈ ગયો છે. બોયકોટ તુર્કીયેની ઝુંબેશ સતત વેગ પકડી રહી છે. જેએનયુ-જામિયા સહિત ભારતની ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ તુર્કીયે સાથેના MoU સમાપ્ત કરી દીધા છે. ભારતમાં કામ કરી રહેલી તુર્કીયેની ફર્મ સેલેબીનું સિક્યુરિટી ક્લિયરન્સ રદ કરી દેવામાં આવ્યું છે.
લોકો તુર્કીયેની યાત્રા રદ કરી રહ્યા છે. વેપારીઓએ તુર્કીના ફળ-માર્બલ વગેરેની આયાત ન કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન હવે ભારતના હાથમાં તુર્કીયેની નબળી કડી લાગી છે. જેનાથી ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષમાં તુર્કીયેનું પાકિસ્તાનને સમર્થન આપવાની વાત સાબિત કરી શકશે.
ભારતને તુર્કીયેનું એક ડ્રોન મળ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાન સરહદને અડીને આવેલા રાજસ્થાનના અનૂપગઢમાં મળ્યું હતું. તુર્કીયેનું આ ડ્રોન જ્યાં મળ્યું ત્યાંથી પાકિસ્તાન બોર્ડરનું અંતર માત્ર 12 કિલોમીટર છે. ખાસ વાત એ છે કે અનૂપગઢની એક નર્સરીમાં મળેલું પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલું તુર્કીયેનું આ ડ્રોન સલામત હાલતમાં મળ્યું હતું. આ ડ્રોનનો ઉપયોગ રિવર્સ એન્જિનિયરિંગમાં થાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે કદાચ તેની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી, તેથી તે લેન્ડ થઈ ગયું. ડ્રોનમાં વિસ્ફોટક પણ હતો. જેને સેનાએ ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાના કબજામાં લીધો હતો. હવે આ ડ્રોનનો ઉપયોગ રિવર્સ એન્જિનિયરિંગ માટે થઈ શકે છે. ડ્રોનને પુરાવા તરીકે પણ રાખી શકાય છે. મળેલી માહિતી અનુસાર અનૂપગઢના ગામ 12એમાં વન વિભાગની નર્સરીમાં સ્થાનિક ગ્રામજનોએ ડ્રોન જેવી વસ્તુ જોઈ તો તરત જ સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ અનૂપગઢના પોલીસ સ્ટેશનના અધિકારી ઈશ્વર જાંગિડે પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને બીએસએફને જાણ કરી હતી.
5-7 ફૂટ લાંબુ ડ્રોન, કેમેરા મોડ્યુલ તૂટેલું હતું. આ ડ્રોન 5 થી 7 ફૂટ લાંબુ હતું. જેનું કેમેરા મોડ્યુલ તૂટેલું અને અલગ હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે ડ્રોન જપ્ત કરી લેવામાં આવ્યું હતું. તેને ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક મહત્વને જોતા ત્યાં ડ્રોન જેવી વસ્તુ મળવી ગંભીર બાબત છે.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરથી સમસમી ઉઠેલા પાકિસ્તાને 8 અને 9 મેની રાત્રે ભારતના 36 સ્થળો પર 300 થી 400 તુર્કીયે ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને તુર્કીયેના અસ્સિગાર્ડ સોંગર ડ્રોન ભારતમાં મોકલ્યા હતા. તેને તુર્કીયેનું પ્રથમ સ્વદેશી સશસ્ત્ર ડ્રોન સિસ્ટમ કહેવાય છે. આ ડ્રોન કેટલું ઘાતક છે તેની ભારત દ્વારા માહિતી મેળવવામાં આવશે.
Rajasthan: A drone was found in 12A-Anupgarh, in Sri Ganganagar district, about 15 km from the India-Pakistan border. Locals alerted the police and BSF. Both Anupgarh police and BSF personnel reached the spot and initiated an investigation pic.twitter.com/IGwO43fybX
— IANS (@ians_india) May 15, 2025












