ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દહેજના લોભી સાસરિયાઓ હેવાન બન્યા, 4 મહિનાની ગર્ભવતી ઘરની મહિલાની કુહાડીથી હત્યા કરી નાખી

જયપુર, 05 જાન્યુઆરી 2026: રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાંથી હત્યાનો એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. મનિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઈંછાપુર ગામમાં સાસરિયા પક્ષ  દ્વારા દહેજની માગને લઈને ચાર મહિનાની ગર્ભવતિ પરિણીત મહિલાની હત્યા કરી નાખી છે. આરોપ છે કે હત્યા બાદ સાસારિયા પક્ષે પિયર પક્ષને સૂચના આપ્યા વિના બિટોરામાં લાશના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા અને ઘરને તાળા મારી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

આ ઘટનાની જાણકારી મૃતકની મોટી બહેન પિન્કી ઠાકુરને મળી, જેણે તરત પરિવારને સૂચના આપી. માહિતી મળતા પિયર પક્ષના લોકો દીકરીના સાસરિયે પહોંચ્યા, જ્યાં તેમણે સળગતી ચિતા જોઈ. પરિવારે તરત ચિતા પર પાણી નાખ્યું અને આગ ઠારી નાખી. જે બાદ મનિયા વિસ્તારની પોલીસને આ ઘટનાની સૂચના આપી.

માહિતી મળતા મનિયા સીઓ ખલીલ અહદમ ખિલજી અને પોલીસની આખી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ, જ્યાં પોલીસે સૌથી પહેલા ફોરેન્સિક ટીમને બોલાવી અને ચિતા પરથી પુરાવા એકઠા કર્યા. જિલ્લા હોસ્પિટલમાંથી ડોક્ટરની એક ટીમ પણ બોલાવી અને મૃતકાના અવશેષનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ માટે પૂરાવા પણ લઈ લીધા છે.

પોલીસે ઘટનાસ્થલેથી લોહીના નિશાન, કુહાડી, પાવડો, ધોકા અને અન્ય સામાન પણ જપ્ત કર્યો છે. ઘરની અંદર સામાન પણ વેરવિખેર પડ્યો હતો અને ચારે તરફ લોહી ફેલાયેલું હતું, જેનાથી હત્યાની આશંકા વધી ગઈ છે.

આ પણ વાંચો: અમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કરી બોયફ્રેન્ડ ભારતમાં આવી ગયો, ચારેતરફ શોધી રહી છે અમેરિકાની પોલીસ

Back to top button