ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કરી બોયફ્રેન્ડ ભારતમાં આવી ગયો, ચારેતરફ શોધી રહી છે અમેરિકાની પોલીસ

વોશિંગટન 05 જાન્યુઆરી 2026: અમેરિકામાં છેલ્લા એક અઠવાડીયાથી ગુમ થયેલી 27 વર્ષની ભારતીય મહિલા મૃત અવસ્થામાં જોવા મળી છે. તેના એક્સ બોયફ્રેન્ડને પોલીસ હવે શોધી રહી છે. એક્સ બોયફ્રેન્ડ પર આરોપ છે કે તેણે મહિનલાની હત્યા કરી અને પછી ભાગીને ભારતમાં આવી ગયો. એલિસોટ સિટીની નિકિતા ગોડિશલા 2 જાન્યુઆરીથી ગુમ થઈ હતી. હાવર્ડ કાઉન્ટી પોલીસે એક નિવેદનમાં કહ્યું કે મહિલા પોતાના 26 વર્ષના પૂર્વ બોયફ્રેન્ડ અર્જૂન શર્માના કોલંબિયા મેરીલેન્ડમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાકૂના ઘા સાથે મૃત અવસ્થામાં જોવા મળી હતી.

પોલીસે ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું

પોલીસે શર્મા વિરુદ્ધ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી મર્ડરના આરોપસર ધરપકડ વોરંટ મેળવ્યું છે. વોશિંગ્ટન, ડી.સી.માં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે ગોદિશાલાના પરિવાર સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહ્યું છે. “દૂતાવાસે સ્થાનિક અધિકારીઓ સાથે પણ આ મામલા પર નજર રાખી રહી છે,”

અધિકારીઓના જણાવ્યા અનુસાીર શર્માએ પોલીસમાં ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે તે ગોડિશલાને છેલ્લે 31 ડિસેમ્બરના રોજ મેરીલેન્ડ શહેરમાં પોતાના એપાર્ટમેન્ટમાં જોઈ હતી. પોલીસને બાદમાં જાણવા મળ્યું કે રિપોર્ટ નોંધાયાના એજ દિવસે 2 જાન્યુઆરી રોજ શર્મા ફ્લાઈટ પકડીને ભારત ભાગી ગયો હતો. આગામી દિવસે તેના એપાર્ટમેન્ટની તલાશી લીધી, જ્યાં ગોડિશલા મૃત અવસ્થામાં જોવા મળી હતી. પોલીસનું માનવું છે કે શર્માએ 31 ડિસેમ્બરની સાંજે 7 વાગ્યે ગોડિશલાની હત્યા કરી નાખી હતી.

કેમ હત્યા કરી તેનો ઉદ્દેશ્ય જાણી શકાયો નથી

હાવર્ડ કાઉન્ટી પોલીસે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને હાલમાં હત્યાનો ઉદ્દેશ્ય જાણી શકાયો નથી. પોલીસનું કહેવું છે કે તે શર્માને શોધવા અને તેની ધરપકડ કરવા માટે સંયુક્ત રાજ્ય અમેરિકાની સંધિય કાનૂન પ્રવર્તન એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.

આ પણ વાંચો: આજથી ટ્રેન ટિકિટ બુકિંગના નિયમો બદલાયા, સવારે 8થી 4માં આ લોકો બુકિંગ કરી શકશે નહીં

Back to top button