રાહુલ ગાંધી આજે ફરી આવશે ગુજરાત મુલાકાતે, જિલ્લા પ્રમુખોને શીખવશે નેતાગીરીના પાઠ

જૂનાગઢ, તા. 12 સપ્ટેમ્બર, 2025: ગુજરાતમાં કોંગ્રેસે નવા પ્રમુખોને તાલીમ આપવા માટે જૂનાગઢના ભવનાથમાં એક ખાસ શિબિરનું આયોજન કર્યું છે. આ શિબિર 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ શિબિરનું ઉદ્ઘાટન મલ્લિકાર્જુન ખડગેએ કર્યું હતું. જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ખડગેએ કહ્યું હતું કે, જ્યાં ગાંધીજીનો જન્મ થયો તે ગુજરાતની આ ધરતી પર ખૂબ ગર્વ અનુભવું છું. આ ઉપરાંત તેમણે કહ્યું, જે ધરતી પર મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલે જેવા લોકોએ જન્મ લઈને દેશને આઝાદી અપાવી તે બંને વ્યકિત અમારા માટે પૂજનીય છે. જેના કારણે આપણે આઝાદી મળી અને દેશ એક છે. જ્યારે અન્ય બે વ્યકિત એવા છે કે, જે દેશના સંવિધાનને સુરક્ષિત રહેવા દેવા નથી માગતા. ગાંધી અને સરદારે જે કર્યું તેનો નાશ કરવા માટે અન્ય બે લોકો પણ અહીં જ છે.
આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ શિબિરમાં ભાગ લેવા ગુજરાત આવશે. તેઓ બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પર ઊતરીને સીધા જૂનાગઢ જશે. ત્યાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે અને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરાવશે.આ શિબિરનો મુખ્ય હેતુ કોંગ્રેસને આગામી ચૂંટણીઓ માટે મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો જોશ ભરવાનો છે. રાહુલ ગાંધીની મુલાકાતથી કાર્યકરોમાં ઘણો ઉત્સાહ વધશે અને ચૂંટણીની તૈયારીઓને વેગ મળશે.
સંગઠન સૃજન, જીલ્લા અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિર
લોકસભા વિપક્ષના નેતા, જનનાયક આદરણીય શ્રી @RahulGandhi જી નુ સોરઠની પાવનધરા જૂનાગઢ ખાતે હાર્દિક સ્વાગત છે. pic.twitter.com/ryn5vVig0T
— Gujarat Congress (@INCGujarat) September 11, 2025
આ પહેલાં પણ રાહુલ ગાંધીએ જુલાઈ મહિનામાં આણંદમાં આવી જ એક તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. જે બાદ જુનાગઢમાં આ બીજી પ્રશિક્ષણ શિબિર છે. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી પાછા ફરશે. આ મુલાકાતને ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Asia Cup 202: UAE સામે જીત સાથે ભારતે બનાવ્યા આ રેકોર્ડ












