ટ્રેન્ડિંગનેશનલ

‘દેશદ્રોહી અને આતંકવાદી કહ્યા, 6 કલાક બંધક બનાવ્યા’, રાહુલ ગાંધી સામે છલકાયું NEET વિદ્યાર્થીઓનું દર્દ

Rahul Gandhi:  લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને NEET વિરોધ પ્રદર્શનમાં સામેલ યુવાનોની હિંમતને બિરદાવી છે. આ પોસ્ટ સાથે તેમણે સાડા દસ મિનિટનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં NEET પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી બર્બરતા અને માનસિક ત્રાસ અંગે વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વર્ણવી છે.

પોલીસ બર્બરતા અને અત્યાચારની આલેખી વ્યથા

વીડિયોમાં રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં વિદ્યાર્થીઓએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે:
  • લાઠીચાર્જ અને ક્રૂરતા: પોલીસે પ્રદર્શનકારીઓ પર અમાનુષી લાઠીચાર્જ કર્યો હતો. એક વિદ્યાર્થિની પર સાત લાકડીઓ ફટકારવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
  • ઓળખ છુપાવી હુમલો: પોલીસકર્મીઓએ પોતાની નેમપ્લેટ ઉતારી લીધી હતી અને મોઢા પર રૂમાલ કે માસ્ક બાંધ્યા હતા. કેટલાક સાદા કપડામાં હતા અને દિલ્હી પોલીસના હેલ્મેટ પહેરીને વિદ્યાર્થીઓને બેરહમીથી માર્યા હતા.
  • પેલેટ ગનનો ઉપયોગ: પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કરાતાં એક વિદ્યાર્થીના કાન પાસે ગોળી વાગી હતી, જેના કારણે તેનો કાન કપાઈ ગયો હતો અને તાત્કાલિક સર્જરી કરાવવી પડી હતી.
  • 6 કલાક બંધક બનાવ્યા: વિદ્યાર્થીઓને વાનિટી વેનમાં પૂરીને 6 કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. તેમના ફોન છીનવી લેવાયા હતા અને પોલીસ અધિકારીઓએ તેમને ‘દેશદ્રોહી’ અને ‘આતંકવાદી’ કહીને અપશબ્દો કહ્યા હતા.

બળજબરીથી માફી મંગાવી સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો આક્ષેપ

મુંબઈ NEET પ્રોટેસ્ટમાં સામેલ રિયા અહીરે જણાવ્યું કે, તેમના સાધારણ ફોટા અને વીડિયોને બ્લર કરીને સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યા હતા જેથી તેમને બદનામ કરી શકાય.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ગંભીર મુદ્દો ઉઠાવતા કહ્યું કે કેટલીક છોકરીઓ પાસે કેમેરા સામે બળજબરીથી માફી મંગાવવામાં આવી હતી, જ્યારે તેમણે કોઈ ભૂલ કરી નહોતી. વડાપ્રધાને તે માફી સ્વીકારીને આભાર માન્યો, જેને વિદ્યાર્થીઓએ એક નાટક (ડ્રામા) ગણાવ્યો હતો.

22 ઓગસ્ટે પુણેમાં યોજાશે ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમ

રાહુલ ગાંધીએ દેશની દીકરીઓના આ સંઘર્ષને સલામ કરતા એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી 22 ઓગસ્ટે ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમ પુણે ખાતે યોજાશે, જે સંપૂર્ણપણે વિદ્યાર્થિનીઓ માટે આયોજિત કરવામાં આવશે. આ મંચ પરથી દેશની દીકરીઓ મુક્તપણે પોતાનો અવાજ રજૂ કરી શકશે.

આ પણ વાંચોઃ વારાણસી એરપોર્ટ પર ગોળીબાર : બે ઘાયલ યાત્રીઓને હરહુઆ વિસ્તારની હોસ્પિટલમાં કરાયા દાખલ

આ પણ વાંચોઃ ફ્રી WiFiની લાલચ પડી શકે છે ભારે : જાણો હેકર્સ કેવી રીતે ચોરી કરી રહ્યા છે તમારો પર્સનલ ડેટા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button