‘નાગરિકતા પહેલાં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં કેવી રીતે સામેલ થયું?’ SCમાં ઉઠ્યો પ્રશ્ન
નવી દિલ્હીઃ 4 સપ્ટેમ્બર, 2025: Sonia Gandhi Citizenship: બિહારમાં વોટર લિસ્ટ રિવિઝનથી શરૂ થયેલી વિપક્ષ અને સત્તાપક્ષનો વિવાદ વધી રહ્યો છે. NDAની આગેવાની કરી રહેલી પાર્ટી ભાજપે આરોપ લગાવ્યો હતો કે, સોનિયા ગાંધીને નાગરિકતા મળતા પહેલા મતદાર યાદીમાં પોતાનું નામ જોડાવી દીધું હતું.
સોનિયા ગાંધી સામે કેસ દાખલ કરવાની માંગ
નાગરિકતા મેળ્યા પહેલા સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હોવાનો મામલો હવે કોર્ટ પહોંચ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે, નાગરિકતા મેળવ્યા વિના મતદાર યાદીમાં નામ ઉમેરવા બદલ સોનિયા ગાંધી સામે કેસ દાખલ કરવામાં આવે અને આ મુદ્દે તપાસ કરવામાં આવે.
અરજીમાં શું કર્યો સવાલ?
આ અરજી વિકાસ ત્રિપાઠી નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે, સોનિયા ગાંધીને 30 એપ્રિલ 1983ના દિવસે ભારતીય નાગરિકતા મળી હતી, પરંતુ તેમનું નામ તેના ત્રણ વર્ષ પહેલા 1980માં જ દિલ્હીની મતદાર યાદીમાં સામેલ કરી દેવાયું હતું. અરજીમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, 1980માં નવી દિલ્હી લોકસભાની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ કેવી રીતે સામેલ થયું?
સોનિયા ગાંધીની નાગરિકતા પર પ્રશ્ન
અરજદારના વકીલે આરોપ લગાવ્યો હતો કે, 1982માં વાંધા અરજી દાખલ થયા બાદ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. અરજદારે એવો પણ પ્રશ્ન કર્યો કે, સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી કેમ દૂર કરવામાં આવ્યું? નામ કાઢી નાખવાના બે કારણો હોઈ શકે છે. સંબંધિત મતદારે કાં તો વિદેશી નાગરિકતા લીધી છે અથવા દેશના અન્ય વિસ્તારમાં સ્થળાંતર કર્યું છે.
અરજદારના વકીલે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે સોનિયા ગાંધીએ 1983માં નાગરિકતા મેળવી હતી, ત્યારે 1980ની મતદાર યાદીમાં તેમનું નામ કયા દસ્તાવેજોના આધારે સામેલ કરવામાં આવ્યું હતું? શું નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? અરજદારના વકીલે કોર્ટને દિલ્હી પોલીસને કેસ દાખલ કરવા અને આ કેસની તપાસ કરવા અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપવાની પણ માંગ કરી છે.
આ પણ વાંચોઃ નવાઝ શરીફના ફાર્મહાઉસમાં યોજાયેલી ગુપ્ત બેઠકમાં શું થયું, જેનાથી અસીમ મુનીરની શક્તિમાં વધારો થયો












