આદુ, લસણ, જીરું ખાલી સ્વાદ વધારે, ક્યારે શાક ન બને: AAP છોડનારા સાંસદો પર ભગવંત માનનો કટાક્ષ

મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે કહ્યું કે આ તમામ મળીને શાક તો સારુ બનાવી શકે પણ એક સાથે મળીને પોતાનું ખુદનું શાક ન બનાવી શકે. માને પોસ્ટમાં લખ્યું છે કે આદુ, લસણ, જીરું, મેથી પાઉડર, લાલ મરચા, કાળા મરી અને ધાણા- 7 વસ્તુઓ મલીને શાક સ્વાદિષ્ટ બનાવી શકે, પણ એકલા આ વસ્તુ શાક બની શકે નહીં.
ਅਦਰਕ, ਲਸਣ, ਜ਼ੀਰਾ, ਮੇਥੀ ਪਾਊਡਰ , ਲਾਲ ਮਿਰਚ , ਕਾਲੀ ਮਿਰਚ ਅਤੇ ਧਨੀਆ ਇਹ 7 ਚੀਜ਼ਾਂ ਮਿਲਕੇ ਸਬਜ਼ੀ ਨੂੰ ਵਧੀਆ ਬਣਾ ਦਿੰਦੀਆਂ ਨੇ ਪਰ ਇਨ੍ਹਾਂ ਦੀ ਆਪਣੀ “ਸਬਜ਼ੀ “ ਨਹੀਂ ਬਣ ਸਕਦੀ..
— Bhagwant Mann (@BhagwantMann) April 25, 2026
‘પાર્ટી છોડી ગયેલા સાંસદો દેશદ્રોહી છે’
શુક્રવારે અગાઉ, સીએમ માનએ પાર્ટી છોડી ગયેલા સાંસદોને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પાર્ટી મોટી છે, સંગઠન મોટું છે, વ્યક્તિ નહીં. તેમણે કહ્યું હતું કે આ છ-સાત લોકોએ જે છોડી દીધા છે તેમણે પંજાબના લોકો સાથે દગો કર્યો છે. આ લોકોએ મત માંગ્યા વિના પણ પદ મેળવ્યા છે. તેમણે કહ્યું કે આ લોકો ત્યાં પોતાના રાજકીય હિત માટે નહીં, પરંતુ પોતાનો જીવ બચાવવા ગયા છે, પરંતુ ત્યાં પણ તેમને કંઈ મળશે નહીં. તેમણે કહ્યું કે આ સાંસદોનો ઉપયોગ કરવામાં આવશે અને પછી છોડી દેવામાં આવશે.
‘આ સાત લોકો પાર્ટીનો ભાગ નહોતા’
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે અરવિંદ કેજરીવાલના સૈનિકો છીએ. આ સાત લોકો પાર્ટીનો ભાગ નહોતા. તેમણે કહ્યું કે ક્યારેક લોકો વિચારે છે કે અમને સલામ કરવામાં આવી રહી છે, પરંતુ તેની પાછળ કોઈ બીજું છે. તેમણે કહ્યું કે પંજાબના લોકો આ દેશદ્રોહીઓને ક્યારેય માફ કરશે નહીં.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ નેતાઓએ પાર્ટી છોડી દીધી.
શુક્રવારે, રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજિન્દર ગુપ્તાએ પાર્ટી છોડવાની જાહેરાત કરી. ચઢ્ઢા, સંદીપ અને મિત્તલ ભાજપમાં જોડાયા. હરભજન, વિક્રમજીત, સ્વાતિ માલીવાલ અને રાજિન્દર ગુપ્તા પણ ભાજપમાં જોડાશે.
આ પણ વાંચો: New Gas Connection Rules: LPGના નવા ગેસ કનેક્શન નહીં મળે, સરકારે લીધો મોટો નિર્ણય












