ટ્રેન્ડિંગનેશનલમીડિયા

પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું – ‘આ ભારતની આન-બાન અને શાનનું પ્રતિક’

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026:   આજે ભારત પોતાનો 77મો ગણતંત્ર દિવસ ભવ્ય રીતે ઉજવી રહ્યો છે. દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને સમગ્ર રાષ્ટ્ર તિરંગાના રંગોમાં રંગાઈ ગયું છે. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય ગણતંત્ર દિવસ પરેડની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, જ્યાં જમીનથી લઈને આકાશ સુધી ભારતનું શૌર્ય અને શક્તિ પ્રદર્શિત થવાની છે.

આ વર્ષે પરેડ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર યોજાઈ રહી છે. કર્તવ્ય પથ પર જ્યારે સેનાના જવાનો ગૌરવભેર પગલાં ભરીને આગળ વધશે, ત્યારે દેશવાસીઓનું હૃદય ગર્વથી છલકાઈ ઉઠશે. સાથે જ વિવિધ રાજ્યો અને કેન્દ્રિય મંત્રાલયોની ઝાંખીઓમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઝલક પણ જોવા મળશે.

પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું?

ગણતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના અધિકૃત X (પૂર્વે ટ્વિટર) હેન્ડલ પરથી દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું,
“સર્વે દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ભારતની આન-બાન અને શાનનું પ્રતિક આ રાષ્ટ્રીય પર્વ આપ સૌના જીવનમાં નવી ઊર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે. વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને, એવી મારી કામના છે.”

આગળ તેમણે કહ્યું,
“ગણતંત્ર દિવસ અમારી સ્વતંત્રતા, સંવિધાન અને લોકશાહી મૂલ્યોનું સશક્ત પ્રતિક છે. આ પર્વ આપણને એકતાથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આગળ વધવાની નવી પ્રેરણા આપે છે.”
તેમણે સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરતાં કહ્યું:
“पारतन्त्र्याभिभूतस्य देशस्याभ्युदयः कुतः। अतः स्वातन्त्र्यमाप्तव्यमैक्यं स्वातन्त्र्यसाधनम्॥””

કડક સુરક્ષા વ્યવસ્થા

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પર તિરંગો લહેરાવશે. તે પહેલાં પ્રધાનમંત્રી મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે દિલ્હીથી કાશ્મીર અને કન્યાકુમારી સુધી તથા ગુજરાતથી લઈને નોર્થ ઈસ્ટના રાજ્યો સુધી કડક સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. માત્ર દિલ્હીમાં જ દસ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત, ત્રણ હજારથી વધુ સીસીટીવી કેમેરા દ્વારા  કણ-કણ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અભિષેક શર્માએ ધમાલ મચાવી: ટી20માં સિક્સર કિંગ બનવાની નજીક, 34 ઈનિંગ્સમાં રોહિતની ક્લબમાં સામેલ થયો

Back to top button