ટ્રેન્ડિંગધર્મ

70 વર્ષના સંત જ્યારે આશ્રમમાં વેશ્યાને લઈ આવ્યા! પ્રેમાનંદ મહારાજે સંભળાવી આ ચોંકાવનારી કથા

Premanand Maharaj Vrindavan :  વૃંદાવનવાળા પ્રેમાનંદ મહારાજના પ્રવચન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે. તેમના ભક્તો માત્ર વૃંદાવન કે ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના ખૂણે-ખૂણે હાજર છે. પ્રેમાનંદ મહારાજનો આવો જ એક દિવ્ય પ્રવચનનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત શ્રી વલ્લભાચાર્યજીના શિષ્ય શ્રીકૃષ્ણ દાસજી મહારાજ અને એક વેશ્યાનો ખૂબ જ સુંદર પ્રસંગ સંભળાવ્યો છે, જેમાં ભગવાનની કૃપા દ્રષ્ટિ પડતાં જ વેશ્યાનો ઉદ્ધાર થઈ ગયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, શ્રીકૃષ્ણ દાસજી મહારાજ ભગવાન માટે ભોગ અને શ્રૃંગારની સામગ્રી લેવા આશ્રમથી થોડે દૂર જતા હતા. એકવાર આ કામ માટે તેમને આગ્રા જવું પડ્યું. રસ્તામાં તેમની નજર લોકોના ટોળા પર પડી. કુતૂહલવશ તેઓ પણ જોવા ગયા કે ત્યાં શું થઈ રહ્યું છે. તેમણે જોયું કે એક વેશ્યા નૃત્ય કરી રહી હતી અને લોકો ઊભા રહીને તેનો આનંદ માણી રહ્યા હતા. તે વેશ્યાના હાવભાવ અને નૃત્ય જોઈને તેમને ખૂબ જ આનંદ થયો.

જોકે વેશ્યાનું નૃત્ય જોઈને શ્રીકૃષ્ણ દાસજી મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આ સાંસારિક લોકોને રીઝવવા માટે કેટલો પ્રયાસ કરી રહી છે. જો આ ભગવાનને રીઝવી લે તો તેનો જન્મ સાર્થક થઈ જાય. તેમણે વેશ્યાને 10 રૂપિયા આપ્યા અને કહ્યું કે મારા આલાપ સાથે તાલ મિલાવીને નૃત્ય કર. વેશ્યા ખૂબ જ પ્રવીણ હતી. તેણે ગળામાંથી આલાપ નીકળતા જ તેને પકડી લીધો અને થિરકવા લાગી.

સંતની ચોમેર બદનામી

પ્રેમાનંદ મહારાજે આગળ જણાવ્યું કે શ્રીકૃષ્ણ દાસજી મહારાજે વેશ્યાને એક હજાર અશરફીઓ (મુદ્રા) આપી અને કહ્યું કે જો તું અમારા બાદશાહ સામે આવું નૃત્ય કરી દે, તો તું જેટલું ધન કહીશ તેટલું મળી જશે. ધનની લોભી વેશ્યા મહારાજજી સાથે ચાલી નીકળી. વેશ્યાને લઈને જ્યારે તેઓ વ્રજમંડળ પહોંચ્યા તો બધે જ તેમની બદનામી થઈ ગઈ કે 60-70 વર્ષના આટલા મોટા સંત મહાત્મા કૃષ્ણદાસજી પોતાની સાથે એક વેશ્યાને લાવ્યા છે. સંત સમાજમાં તેમની ભારે નિંદા થઈ.

આ પણ વાંચોઃ વારંવાર થતો માથાનો દુખાવો અસામાન્ય; જાણો આ સમસ્યાના મુખ્ય કારણો

કેતલાક પવિત્ર કુંડમાં કરાવ્યું સ્નાન

ત્યારબાદ શ્રીકૃષ્ણ દાસજી મહારાજે પોતાની કુટિરની બાજુમાં જ વેશ્યાના રહેવાની વ્યવસ્થા કરી આપી. આ પછી માનસી ગંગા, રાધા કુંડ, શ્યામ કુંડ, લલિતા કુંડ, અપ્સરા કુંડ વગેરે તમામ પવિત્ર જગ્યાઓએ વારાફરતી સ્નાન કરાવ્યું. આ પછી વેશ્યાને ઠાકોરજીના પદ ગવડાવ્યા. અને પછી બોલ્યા કે આજે હું તને મારા બાદશાહની સામે લઈને જઈ રહ્યો છું. જો તું ત્યાં સફળ થઈ જઈશ તો ચોક્કસ તારો બેડો પાર થઈ જશે. તું જેટલું ધન, જેટલી સંપત્તિ માગીશ તેટલી મળી જશે.

ત્યારબાદ શ્રીકૃષ્ણ દાસજી મહારાજ વેશ્યાને પૂરા સાજ-શણગાર સાથે શ્રીનાથજીની સમક્ષ લઈ આવ્યા. મહારાજના કહેવા પર વેશ્યાએ નૃત્ય કરવાનું શરૂ કર્યું. નૃત્ય પૂરું થતાં જ જેવી વેશ્યાએ પોતાની આંખો ઊંચી કરી તો જોયું કે કરોડો કામદેવને પણ મૂર્છિત કરી દે તેવા લલિત ત્રિભંગી સાક્ષાત સામે ઊભા છે. કૃષ્ણદાસજીની પ્રાર્થનાથી ભગવાને તેને પ્રકાશ સ્વરૂપી દર્શન આપ્યા. આ જોતાં જ વેશ્યા મૂર્છિત થઈને જમીન પર પડી ગઈ અને તેના પ્રાણ છૂટી ગયા. ઈશ્વરની કૃપાથી તેનો ઉદ્ધાર થઈ ગયો.

આ પણ વાંચોઃ ધોળકા ગણપતિ મંદિર અંડરપાસમાં જળબંબાકાર: દર્શનાર્થીઓ અને વાહનચાલકો માટે ભારે હાલાકી

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

Back to top button