Pre-Market:ગિફ્ટ નિફ્ટીમાં મોટું ગાબડુ, તેજીના પોઝીશન સૂલ્ટાવવી પડશે

મુંબઇ, 7 એપ્રિલ, 2025: શેરબજાર પર આજે પણ ટ્રમ્પ ફેક્ટર કામ કરશે. આજે સવારે સાડા સાતની આસપાસ ગિફ્ટ નિફ્ટીમાં 900 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રમ્પના રિટેલિયેટરી ટેરિફે વૈશ્વિક વેપાર યુદ્ધની દહેશત ફેલાવી છે જેના કારણે જિયોપોલીટીકલ તણાવમાં વધારો થયો છે. જેના લીધે વૈશ્વિક બજારોમાં જાપાનનો નિક્કેઇ 7.8 ટકા, દક્ષિણ કોરિયાનો બેમ્ચમાર્ક 4.6 ટક અન હોંગકોંગનો હેંગસેગ 9 ટકા સવારના 7.30 વાગ્યા સુધીમાં ઘટ્યો હતો. જેના પગલે ઘરેલુ નિફ્ટી 50 અને સેન્સેક્સ મોટા ઘટાડા સાથે ખુલવાની પ્રબળ શક્યતા છે ત્યારે રોકાણકારોએ તેજીની પોઝીશન સૂલ્ટાવવી પડશે.
બીજી બાજુ અમેરિકન બજારો જેમ કે એસએન્ડપી 500 શુક્રવારે 4.31 ટકા અને નાસડેક ફ્યુચર્સ 5.45 ટકા બજારમાં આસરે 6 ટ્રિલટન ડોલરથી વધુનું નુકસાન થયુ હતું. આટલું મોટુ ધોવાણ છતા પણ ટ્રમ્પે એવો સંકેત આપ્યો હતો તેને બજારના નુકસાન સાથે કોઇ લેવાદેવા નથી ઉલ્ટાનું એવુ નિવેદન આપ્યુ હતુ કે જો તમને કોઇ સમસ્યા હોય તો તેના માટે દવા તો ગળવી જ પડશે.
નોંધનીય છે કે ગત સપ્તાહે પાછલા સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી 50માં 2.6 ટકા વધુનો ઘટાડો થયો હતો. ટ્રમ્પ દ્વારા ટેરિફની ઘોષણા અને આર્થિક મંદીની નવેસરની ચિંતાએ એફઆઇઆઇી ભારે વેચવાલીને પગલે નિફ્ટી 23,000નું મથાળું તોડીને 22,904ના સ્તરે બંધ આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે HD News પર શનિવારે લખવામાં આવ્યુ હતું કે ભારતીય શેરબજાર પણ આગામી સપ્તાહે ભારે રહેવાનું અનુમાન છે. આ પરિસ્થિતિમાં નિષ્ણાતો લોંગ પોઝીશન અને ઓવરનાઇટ પોઝીશનથી દૂર રહેવાની સલાહ આપે છે.
આ પરિસ્થિતિમાં એનાલિસ્ટોના મતે નિફ્ટીનું સપોર્ટ લેવલ 22,800થી 22,700નું હાલના સ્તરે દેખાઇ રહ્યુ છે. દરમિયાનમાં માર્કેટની નજર આરબીઆઇની બેઠક અને વ્યાજમાં ઘટાડા પર રહેશે જે થોડો ઘણો ટેકો બજારને આપી શકશે. ઉપરાંત આગામ સપ્તાહથી Q4 કમાણીની ઘોષણાની સિઝન શરૂ થઇ રહી છે તે પણ આગામી સપ્તાહોમાં બજારની દિશા અને દશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.
આ પણ વાંચોઃ ટેરિફ વોરઃ સમજદારીથી ઉઠાવો બજારમાં લાભ, પડકારોમાં છૂપાયેલો છે રોકાણનો સુંદર મોકો












