ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાયુટિલીટી

શક્તિશાળી ભારતઃ ચીન-યુએસ પછી વીજ ઉત્પાદનમાં આગળ નીકળ્યું ભારત, ક્લિન ઉર્જા બની મોટી તાકાત

નવી દિલ્હી, 20 જૂન, 2025: ભારત છેલ્લા પાંચ વર્ષોમાં વીજ ઉત્પાદન ક્ષમતાના મામલામાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. વીજળી ઉત્પાદન વૃદ્ધિમાં હવે ફક્ત અમેરિકા અને ચીન જ ભારતથી આગળ છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA)ના તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતમાં અનેક કારણોસર વીજળીની માંગ તેજીતી વધી રહી છે. તેમાં વ્યાપારી તેમજ રહેણાંક સ્થાનોના વિસ્તાર, એર કન્ડીશનર (એસી) તેમજ ઘરેલુ ઉપકરણોના વપરાશમાં વૃદ્ધિ અને ઉદ્યોગની વધતી જતી માંગ સામેલ છે. તે માંગને પૂરી કરવા માટે ભારતે તમામ ઉર્જા સ્ત્રોતોમાં વીજળીના ઉત્પાદનમાં વધારો કર્યો છે.

રિપોર્ટના અનુસાર વીજ ઉત્પાદનના આ વિસ્તારનું મુખ્ય ચાલક નવીનીકરણ ઉર્જા તરફનું મજબૂત વલણ છે, કેમ કે ક્લિન ઉર્જા અને વિશે રીતે સોલાર ફોટોવેલ્ટિક (પીવી) પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યુ છે. રિપોર્ટ જણાવે છે છેલ્લા પાંચ વર્ષોમાં ભારતમાં બિન-અશ્મિભૂત ઉર્જા પ્રોજેક્ટ્સમાં થયેલા કુલ રોકાણમાં સોલાર પીવીનો હિસ્સો અડધાથી વધુ છે. 2024 માં ભારતના વીજ ક્ષેત્રમાં કરવામાં આવેલા કુલ રોકાણમાંથી 83% ક્લિન ઉર્જા પહેલ પર ખર્ચવામાં આવ્યો હતો.

સરકારી નીતિઓ રોકાણ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે

ભારતના વીજ ક્ષેત્રમાં વિદેશી રોકાણ વધારવામાં સરકારી નીતિઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે વીજ ઉત્પાદન (પરમાણુ ઉર્જા સિવાય) અને ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત તમામ ક્ષેત્રોમાં 100 ટકા FDIને મંજૂરી આપે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના ઉર્જા ક્ષેત્રમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI)માં છેલ્લા બે વર્ષમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાનું કારણ મેક્રોઇકોનોમિક અને ક્ષેત્ર-આધારિત પડકારોનું મિશ્રણ છે. જો કે, ભારતના વીજ ક્ષેત્રમાં લાંબા ગાળાનો વલણ સકારાત્મક રહે છે.

ક્લિન ઉર્જા માટે સૌથી વધુ ભંડોળ પ્રાપ્ત થયું

IEA એ અહેવાલમાં દાવો કર્યો હતો કે ભારત 2024માં સ્વચ્છ ઉર્જા માટે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન (DFI) તરફથી ભંડોળ મેળવનાર સૌથી મોટો દેશ હતો. સ્વચ્છ ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારતને લગભગ 2.4 અબજ ડોલર મળ્યા હતા. ભારતના વીજ ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) સતત વધી રહ્યું છે, જે 2023માં 5 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. આ કોવિડ-19 રોગચાળા પહેલાના રોકાણ કરતાં લગભગ બમણું છે. 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, મોટા પાયે માંગ ઊભી કરવી પડશે

2030 સુધીમાં દેશમાં 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, મોટા પાયે માંગ ઊભી કરવી મહત્વપૂર્ણ છે. બેઇન એન્ડ કંપની, ઉદ્યોગ સંસ્થા CII અને રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટના અહેવાલમાં જણાવાયું છે કે ભારત વ્યૂહાત્મક ક્ષેત્રો પસંદ કરીને, મિશ્રણ કરીને, જાહેર ખરીદીનો લાભ લઈને અને નિકાસ તકો સાથે સંકલન કરીને આ લક્ષ્યાંક હાંસલ કરી શકે છે. ગ્રીન હાઇડ્રોજન અપનાવવા સાથે સંકળાયેલા જોખમનો સામનો કરવા માટે, કાચા માલની કિંમત ઘટાડવા સહિત ઘણા પગલાં લેવા પડશે.

રિપોર્ટ મુજબ, 2023 સુધીમાં, ઓઇલ રિફાઇનરીઓમાંથી ગ્રીન હાઇડ્રોજનની માંગ 20 લાખ ટન, ખાતર ક્ષેત્રમાંથી 9 લાખ ટન અને પાઇપ્ડ નેચરલ ગેસમાંથી એક લાખ ટન સુધી પહોંચવાની ધારણા છે. નિકાસ મોરચે, ગ્રીન હાઇડ્રોજન નિકાસ 8થી 11 લાખ ટન વચ્ચે ઉત્પન્ન કરી શકે છે.

આ પણ વાંચોઃ સ્વિસ બેન્કોમાં 3 ગણા વધ્યા ભારતીયોના નાણાં

Back to top button