પોપ ફ્રાન્સિસને રોમના ચર્ચમાં દફનાવવામાં આવ્યા, 2 લાખ લોકો રહ્યા ઉપસ્થિત

વેટિકન, તા. 26 એપ્રિલ, 2025: ખ્રિસ્તી કેથોલિક ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસ ને રોમના સાન્ટા મારિયા મેગીઓર બેસિલિકામાં દફનાવવામાં આવ્યા હતા. દફનવિધિ પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરવામાં આવી હતી. પોપના દફન સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું ન હતું. આ સ્થળ સેન્ટ પીટર્સ સ્ક્વેરથી લગભગ 4 કિમી દૂર છે. પોપ ફ્રાન્સિસની છેલ્લી ઇચ્છા જમીનમાં એક સાદી કબરમાં દફનાવવામાં આવે તેવી હતી.
સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે પોપના અંતિમ સંસ્કાર બપોરે 1:30 વાગ્યે શરૂ થયા અને લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યા હતા. તેમના શરીરને સેન્ટ પીટર બેસિલિકામાંથી કાઢીને સેન્ટ પીટર સ્ક્વેરમાં મૂકવામાં આવ્યું હતું. જ્યાં પ્રાર્થના સભા યોજાઈ હતી. પોપના અંતિમ સંસ્કારમાં અઢી લાખ લોકો એકઠા થયા હતા.
પોપના અંતિમ દર્શન માટે 170 દેશોના પ્રતિનિધિઓ પહોંચ્યા હતા. આમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે.
#UPDATE Thousands of mourners waited overnight to get a seat for the ceremony of the funeral of Pope Francis, with police reporting some 150,000 people in the square and surrounding streets even before proceedings began at 10:00am (0900 GMT).
Read more: https://t.co/hQ0kuHGAWo pic.twitter.com/wvhMWjNOcn— AFP News Agency (@AFP) April 26, 2025
પોપનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે સ્ટ્રોક અને હૃદય રોગના હુમલા બાદ અવસાન થયું હતું. છેલ્લા ત્રણ દિવસથી તેમના શરીરને અંતિમ સંસ્કાર માટે સેન્ટ પીટર્સ બેસિલિકામાં શબપેટીમાં રાખવામાં આવ્યું હતું.
પોપના અંતિમ સંસ્કાર પહેલા ટ્રમ્પ – ઝેલેન્સ્કીએ કરી મુલાકાત
પોપના અંતિમ સંસ્કાર પહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી મળ્યા હતા. આ અંગે ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે આ મુલાકાત સારી રહી અને તેમાં ઐતિહાસિક બનવાની ક્ષમતા છે.
આ પણ વાંચોઃ પહેલગામના પીડિતોને વળતરમાં જાતિભેદના આક્ષેપ: જાણો શું છે હકીકત?












