અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાન સરકારમાં ભંગાણ! વિદેશમંત્રીની ખુરશી સંકટમાં

US Iran Tension: અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે શું ઈરાનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું? એક અહેવાલમાં ઈરાની સરકારમાં મોટા મતભેદના અહેવાલો સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીને તેમના પદ પરથી દૂર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઈરાની સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ વિવાદે તેહરાનના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.
રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો છે?
બ્રિટિશ મીડિયા આઉટલેટ ઈરાન ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, અરાઘચી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપ એ છે કે, અરાઘચી રાષ્ટ્રપતિ કાર્યાલય પ્રત્યે જવાબદાર રહેવાને બદલે સ્વતંત્ર રીતે વિદેશ મંત્રાલય ચલાવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદેશ પ્રધાન સત્તાવાર કેબિનેટ નીતિઓને બદલે રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રાષ્ટ્રપતિને જાણ કર્યા વિના નિર્ણયો લઈ રહ્યા છે વિદેશમંત્રી
અહેવાલ મુજબ, “રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનનું માનવું છે કે, મહત્વપૂર્ણ રાજદ્વારી ચર્ચાઓ દરમિયાન વિદેશ મંત્રી અરાઘચીએ સરકારને બદલે સૈન્ય (IRGC)નો પક્ષ લીધો છે. તેમણે અહેવાલ મુજબ સ્પષ્ટ કર્યું છે કે, જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો તેઓ અરાઘચીને તેમના પદ પરથી દૂર કરશે. સૂત્રોનો દાવો છે કે, અરાઘચી રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર અહમદ વાહિદીના “સાથી” તરીકે કામ કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિને જાણ કર્યા વિના તેમની વ્યૂહરચનાઓનો અમલ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ પાસેથી સત્તા છીનવી લેવામાં આવી
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરાઘચી રાષ્ટ્રપતિ કાર્યાલયને જવાબદાર બનાવવાને બદલે વિદેશ મંત્રાલયને સ્વતંત્ર રીતે ચલાવી રહ્યા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુદ્ધમાં માર્યા ગયેલા નવા સરકારી અધિકારીઓની નિમણૂક કરવાની રાષ્ટ્રપતિ પાસેથી સત્તા છીનવી લેવામાં આવી છે.
સ્પીકર ગાલિબાફે વાટાઘાટ ટીમના વડાના રાજીનામા બાદથી વિરોધ શરૂ
ઈરાન ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, સંસદમાં વિરોધ પ્રદર્શન ત્યારે શરૂ થયા જ્યારે સ્પીકર ગાલિબાફે વાટાઘાટ ટીમના વડા તરીકે રાજીનામું આપ્યું. તેમણે આ પગલું ભરવું પડ્યું કારણ કે તેમને વાટાઘાટોમાં પરમાણુ ઉર્જા મુદ્દાઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો.’ સ્પીકરના પાછા ખેંચાયા પછી, વિદેશ મંત્રી અરાઘચી એકલા ઇસ્લામાબાદ ગયા અને એક પ્રસ્તાવ મૂક્યો, પરંતુ યુએસ રાષ્ટ્રપતિએ તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યો.












