અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં પોલીસે લૂંટ કરતી ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ 25 જુલાઈ 2025: અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે એક એવી ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જે સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ડ્રાઈવરો પાસેથી લૂંટ ચલાવતી હતી. આ ગેંગ શહેરના વિવિધ વિસ્તારોમાં લૂંટની ઘટનાઓને અંજામ આપતી હતી, જેનો ભેદ હવે પોલીસે ઉકેલી લીધો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ચોરી અને લૂંટની ઘટનાઓમાં નિષ્ણાંત હતા અને પોલીસની નજરથી બચવા માટે મહિલાના કપડાં પહેરીને ગુનો આચરતા હતા. આ ગેંગની ધરપકડ બાદ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
વિવેકાનંદ નગર પોલીસે આ ગેંગની શોધખોળ માટે ખાસ ટીમ બનાવી હતી, જેના પરિણામે આ સફળતા મળી. પોલીસ હવે આરોપીઓની પૂછપરછ કરી રહી છે, જેથી અન્ય સંભવિત ગુનાઓ અને તેમના સાગરિતો વિશે માહિતી મેળવી શકાય. આ ધરપકડથી શહેરમાં ટ્રક ડ્રાઈવરોમાં ફેલાયેલા ભયના માહોલમાં રાહત થવાની આશા છે.
Back to top button