ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદીએ ઈઝરાયલની ધરતી પરથી આતંકવાદ મુદ્દે આપી ચેતવણી, આડકતરો ઈશારો પાક. તરફ

  • વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂ સાથે વાતચીત બાદ કહ્યું કે અમે વર્ષો જૂના અને મજબૂત ભારત-ઇઝરાયલ સંબંધોને એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલવાનો નિર્ણય લીધો છે

National News: વડા પ્રધાન નરેન્દ્ર મોદી PM Modi અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની વાતચીત બાદ બંને દેશોએ નવીનતા અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને વિસ્તૃત કરવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂ સાથે વાતચીત બાદ કહ્યું કે અમે વર્ષો જૂના અને મજબૂત ભારત-ઇઝરાયલ સંબંધોને એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલવાનો નિર્ણય લીધો છે. અમે ભારત-ઇઝરાયલ સંબંધોને નવી ગતિ આપવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત અને ઇઝરાયલ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે આતંકવાદનું વિશ્વમાં કોઈ સ્થાન નથી. આતંકવાદ કોઈપણ સ્વરૂપમાં, કોઈપણ અભિવ્યક્તિમાં સ્વીકારી શકાય નહીં.

આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નથી

પોતાના નિવેદનમાં નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારત અને ઇઝરાયલ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે વિશ્વમાં આતંકવાદનું કોઈ સ્થાન નથી. કોઈપણ સ્વરૂપમાં, કોઈપણ અભિવ્યક્તિમાં, આતંકવાદને સહન કરવામાં આવશે નહિ. અમે ખભે ખભા મિલાવીને ઉભા છીએ અને આતંકવાદ અને તેના સમર્થકોનો વિરોધ કરતા રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. આ આડકતરો ઈશારો દુશ્મન દેશ પાકિસ્તાન સામે પણ એટલો જ મજબૂત હતો.

શાલોમ! પીએમ મોદીએ સંબોધનની શરૂઆત આ રીતે કરી

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં પીએમ મોદીએ કહ્યું, ‘શાલોમ! મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે હું પીએમ નેતન્યાહૂનો આભાર માનું છું. નવ વર્ષ પછી મને ફરી વખત ઇઝરાયલની મુલાકાત લેવાની તક મળી છે. ફરીથી ઇઝરાયલની મુલાકાત લેવી મારા માટે ગર્વની ક્ષણ છે. ગઈકાલે મને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી નવાજવામાં આવ્યો હતો. હું આ પુરસ્કાર 1.4 અબજ ભારતીયો અને ભારત-ઇઝરાયલ મિત્રતાને સમર્પિત કરું છું….’

આ પણ વાંચોઃ Google Pay અને PhonePeનું ટેન્શન વધ્યું, હવે ભારતમાં આવી રહ્યું છે Apple Pay

Back to top button