પીએમ મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી પર નમન કર્યું, રાજઘાટ અને વિજયઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 02 ઓક્ટોબર 2025: આજે દેશભરમાં દશેરા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાષ્ટ્ર તેના બે મહાન વ્યક્તિઓને તેમના જન્મદિવસ પર યાદ કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર રાજઘાટ ખાતે તેમના સ્મારકની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સ્મારક વિજય ઘાટની મુલાકાત લીધી હતી અને તેમના જન્મદિવસ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, “ગાંધી જયંતિ એ પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે, જેમના આદર્શોએ માનવ ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો. તેમણે બતાવ્યું કે હિંમત અને સરળતા કેવી રીતે મહાન પરિવર્તનના સાધન બની શકે છે,” મોદીએ કહ્યું કે ગાંધીજી લોકોને સશક્ત બનાવવા માટે સેવા અને કરુણાની શક્તિમાં માનતા હતા.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays tribute to former PM Lal Bahadur Shastri at Vijay Ghat on his birth anniversary.
(Source: DD) pic.twitter.com/OnrZU1aAdY
— ANI (@ANI) October 2, 2025
પ્રધાનમંત્રીએ દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી, જેમની જન્મજયંતિ પણ ગુરુવારે આવે છે. તેમણે લાલ બહાદુર શાસ્ત્રીને એક અસાધારણ રાજનેતા તરીકે વર્ણવ્યા જેમની પ્રામાણિકતા, નમ્રતા અને દૃઢ નિશ્ચયથી ભારત મજબૂત બન્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, “લાલ બહાદુર શાસ્ત્રી અનુકરણીય નેતૃત્વ, શક્તિ અને નિર્ણાયક કાર્યવાહીના પ્રતીક હતા. ‘જય જવાન જય કિસાન’ ના તેમના નારેબાજીએ આપણા લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી. તેઓ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાના આપણા પ્રયાસોમાં આપણને પ્રેરણા આપતા રહે છે.”
આ પણ વાંચો: RSSના 100 વર્ષની નાગપુરમાં ઉજવણી: સંઘ પ્રમુખે કહ્યું- સેના અને સરકારે પહેલગામ હુમલાનો મજબૂતીથી જવાબ આપ્યો












