ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદી સાથે સંરક્ષણ મંત્રી, સૈન્યની ત્રણે પાંખના વડા, NSA ડોભાલની મીટિંગ

નવી દિલ્હી, તા. 29 એપ્રિલ, 2025: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. પાકિસ્તાન પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવ્યા બાદ મંગળવારે આગળની વ્યૂહરચના માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરિય બેઠક મળી છે. જેમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર છે.

આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં પહેલગામ હુમલા બાદની સુરક્ષા, આતંકીઓ સામે ચાલી રહેલા ઓપરેશન અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.સૂત્રો અનુસાર, વડાપ્રધાને પહેલગામ હુમલાના દોષીતો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે અમરનાથ યાત્રા તથા અન્ય નાગરિક ગતિવિધિની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું.

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને તાજેતરના વર્ષોનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. હુમલા બાદ ઘાટીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. હુમલામાં સામેલ આતંકીઓને શોધવા સુરક્ષાદળો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.


પહલગામના આતંકવાદી નરસંહારમાં પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક પુરાવો જાણવા મળ્યો છે. હુમલામાં સામેલ હાશિમ મુસાની ઓળખ પાકિસ્તાનની આર્મીના પેરા કમાન્ડો તરીકે કરવામાં આવી છે. પહલગામના આતંકવાદી હુમલા મુદ્દે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અવરોધો આવ્યા છે ત્યારે તપાસ કરનારી એજન્સીને વધુ એક મહત્ત્વની કડી પાકિસ્તાન તરફી મળી છે. 22 એપ્રિલના 26 જણની હત્યામાં આતંકવાદી સંગઠનની સાથે આઈએસઆઈ અને પાકિસ્તાનની ડાયરેક્ટ સંડોવણી બહાર આવી છે.

આ પણ વાંચોઃ રામ મંદિરના તમામ પૂજા સ્થળ ક્યાં સુધીમાં બનીને તૈયાર થઈ જશે? નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યો પ્લાન

Back to top button