ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદી આજે રાજસ્થાનના નાલ એરબેઝ પર એરફોર્સના જવાનોને મળશે

બિકાનેર 22 મે 2025: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં નાલ એરબેઝની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોને મળશે, જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

અહીં ઉલ્લેખનિય છે કે ‘ઓપરેશન સિંદૂર’ પછી પીએમ મોદીની એરબેઝની આ બીજી મુલાકાત છે, આ પહેલા તેઓ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લઈ ચૂક્યા છે. આજે, પીએમ મોદી બિકાનેરના પલાનામાં ‘ઓપરેશન સિંદૂર’ પછી તેમની પહેલી જાહેર સભાને સંબોધિત કરશે.

નાલ એરબેઝ પાકિસ્તાન સરહદથી 150 કિમી દૂર છે

પાકિસ્તાન સરહદથી માત્ર ૧૫૦ કિમી દૂર બિકાનેરનું નાલ એરબેઝ ભારતની પશ્ચિમી સરહદની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર છે. ૭ મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન, ભારતીય મિસાઇલોએ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો.

જવાબમાં, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી નાલ એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાના બહાદુરોએ મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બિકાનેરની આસપાસ ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ વિખરાયેલો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: દિલ્હી-NCRCમાં ભયંકર તોફાન સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષો પડ્યા

Back to top button