ખુશખબર: કરોડો લોકોના ખાતામાં સરકાર નાખશે રુપિયા, આ તારીખે બેન્ક બેલેન્સ ચેક કરી લેજો

PM Kisan 20th Installment Date: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 20મા હપ્તાની કરોડો ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવશે. જો કે હજુ સુધી સરકાર તરફથી તેની સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી, પણ 20મા હપ્તાના રુપિયા આપવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે.
અગાઉ 24 ફેબ્રુઆરીના રોજ આવ્યો હતો હપ્તો
અહીં ઉલ્લેખનિય છે કે આની પહેલી 24 ફેબ્રુઆરી 2025ના રોજ 19મો હપ્તો આપવામાં આવ્યો હતો. હવે ચાર મહિનાથી પણ વધારે સમય વીતી ચુક્યો છે અને ખેડૂતો આતુરતાપૂર્વક આગળના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો એ જાણવા માગે છે કે આ વખતે હપ્તો આપવામાં આટલું મોડું કેમ થયું?
PM કિસાન યોજના અંતર્ગત વર્ષે મળે છે 6000 રુપિયા
આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે વાર્ષિક 6000 રુપિયાની આર્થિક મદદ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં DBT (Direct Benefit Transfer) ટ્રાંસફર કરવામાં આવે છે.
કિસાન સમ્માન નિધિ યોજના શું છે
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી એક મહત્ત્વની યોજના છે, જે અંતર્ગત નાના અને ગરીબ ખેડૂતોને વર્ષે 6000 રુપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. આ રકમ વર્ષમાં 3 વાર હપ્તા દ્વારા આપવામાં આવે છે. જેથી ખેડૂતો ખેતી સંબંધિત કામમાં તેનો ઉપયોગ કરી શકે.
જાણો ક્યારે શરુ થઈ હતી આ યોજના
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દેશના નાના અને ગરીબ ખેડૂતોને આર્થિક મદદ આપવાનો છે, જેથી તેઓ પોતાની કૃષિ ગતિવિધિઓને સારી રીતે ચલાવી શકે. યોજના શરુ થયા બાદ ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં દર વર્ષે 6000 રુપિયાની રકમ ડાયરેક્ટ તેમના ખાતામાં નાખવામાં આવે છે.
આ પણ વાંચો: INDC vs SAC WCL 2025: સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે ભારતને 88 રને હરાવ્યું, AB ડિવિલિયર્સ બાદ બોલર્સે ધમાલ મચાવી












