આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ટ્રમ્પની ટેરિફની ધમકીઓ વચ્ચે પિયુષ ગોયલ અમેરિકન વેપાર પ્રતિનિધિઓને મળ્યા

ન્યુયોર્ક, 15 માર્ચ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ટેરિફની ચર્ચા દરમિયાનમાં ભારતના વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ અમેરિકા પહોંચી ગયા છે. ત્યાં તેમણે અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર સાથે ફોરવર્ડ લૂકીંગ ચર્ચા હાથ ધરી હતી. આ ચર્ચા મુખ્યત્વે પરસ્પર લાભકારક દ્વિપક્ષીય વેપાર કરારને વધુ આગળ ધપાવવા માટે હતી. ગોયલે કહ્યુ હતું કે ભારતનો દ્રષ્ટિકોણ “India First, Viksit BHarat” અને રાષ્ટ્રની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પરત્વેનો રહેશળે.

આ બાબતે પ્રતિક્રિયા આપતા ગોયલે X ટાઇમલાઇઅન પર વેપાર જોડાણને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મુકતા જણાવ્યું હતુ કે તેમણે અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમ્સ ગ્રીર સાથે પરસ્પર દ્વિપક્ષીય વેપાર કરાર પર ફોરવર્ડ લૂકીંગ વાતચીત કરી હતી. નોંધનીય છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ તેમની તાજેતરની મીટિંગ દરમિયાન, સમૃદ્ધિ વધારવા, રાષ્ટ્રીય શક્તિને મજબૂત કરવા, નવીનતાને પ્રોત્સાહિત કરવા અને સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવાના લક્ષ્ય સાથે વેપાર અને રોકાણને વિસ્તૃત કરવાનો સંકલ્પ કર્યો હતો. ચર્ચાઓ દરમિયાન એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ “મિશન 500” નિર્ધારિત કરવામાં આવ્યુ હતું, જે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણા કરતા  500 અબજ ડોલરથી વધુ સુધી પહોંચાડવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સેવવામાં આવ્યો હતો.

પ્રમુખ ટ્રમ્પે, તેમના બીજા કાર્યકાળ દરમિયાન, ટેરિફ પારસ્પરિકતાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો છે, જે દર્શાવે છે કે યુએસ ભારત સહિત અન્ય રાષ્ટ્રો દ્વારા લાદવામાં આવેલા ટેરિફ સાથે મેળ ખાશે. અમેરિકાએ વારંવાર ભારતના ઊંચા ટેરિફ દરો અંગે ચિંતા વ્યક્ત કરી છે, જે સૂચવે છે કે વાજબી વેપાર હાંસલ કરવા માટે વ્યૂહાત્મક ગોઠવણો કરવી પડશે.

યુએસ ટ્રેડ સેક્રેટરી હોવર્ડ લુટનિકે તાજેતરમાં ભારત સાથે વ્યાપક-આધારિત વેપાર કરારની વાટાઘાટોમાં રસ દર્શાવ્યો હતો. ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં બોલતા, લ્યુટનિકે નોંધ્યું કે પરસ્પર લાભદાયી ઉકેલ શોધવા માટે પરસ્પર સમજણ અને સહકારની જરૂર પડશે. તેમણે વ્યક્તિગત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર વેપાર સંબંધોને ધ્યાનમાં લેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

બંને દેશોએ ભારત-યુએસ આર્થિક સહયોગને આકાર આપવા માટે ચાલી રહેલી ચર્ચાઓ સાથે વેપાર સંબંધોને વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ પણ વાંચોઃ હરિયાણામાં ભાજપના નેતાની હત્યા, જમીન વિવાદમાં પાડોશીએ ગોળી મારી દીધી

Back to top button