ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા તાલુકા સંઘની મિલકત મામલે નોંધ રદ કરવા દિયોદર નાયબ કલેકટર નો આદેશ

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકા સંઘની લાખણી ખાતે આવેલ મિલ્કત વહીવટદાર સમિતિએ માર્કેટ વેલ્યુ કાઢ્યા વગર બારોબાર વેચી દેવા મામલે 6 અરજદારો ફરિયાદ કરી હતી.જેમાં સહકારી મંડળીના સભ્યોએ દિયોદર નાયબ કલેકટર ની કોર્ટમાં નોંધ સામે વાંધો રજૂ કરતા કોર્ટે નોંધને નામંજુર કરી છે .

ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી ને સરકારે લાખણી ખાતે ગોડાઉન બનાવવા અને ખાતર સંગ્રહ કરી ખેડૂતોને નજીકમાં ખાતર સમયસર મળી રહે તે માટે લાખણી પંચાયતની હદમાં ગોડાઉન બનાવવા માટે જમીન ફાળવેલી હતી. અને જે ખાતર ના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી હતી, પંરતું ડીસા તાલુકા સંઘની વહીવટદાર સમિતિ ના સભ્યો આ ગોડાઉનની જમીન માર્કેટ વેલ્યુશન કાઢ્યા વગર તેમજ સંઘે એજન્ડા પાડયા વગર બરોબર વેચી દીધી હતી અને જિલ્લા રજીસ્ટાર ની પૂર્વ મંજૂરી પણ લીધી ન હતી.

તાલુકા સંઘ-humdekhengenews

વેલ્યુએશન કાઢ્યા વગર સત્તાધીશોએ બારોબાર વેચી મોટું કૌભાંડ આચર્યુ હતું

સંઘ ના સંચાલકોએ હોંદાનો ખોટી રીતે ઉપયોગ કરી વાલજીભાઇ પટેલ ને મિલકત વેચી દીધા બાદ જમીન મહેસુલ નિયમો 1972 ના નિયમ 108(1) તળે વિવાદ અરજી દિયોદર નાયબ કલેકટર ની કોર્ટ માં રજૂ કરી હતી. જેમાં 6 જેટલા અરજદારોની રજુઆત બાદ કોર્ટે બન્ને પક્ષ ની દલીલ સાંભળ્યા બાદ વિવાદ અરજી અંશત :મંજુર કરી જમીન બિન ખેતી હોઈ ગામ નં 7 નુ પાનિયું બંધ કરી ગામ નં 2 નિભાવવા અને દરખાસ્ત કરવા મામલતદાર લાખણી ને સૂચના આપવામાં આવી હતી. અને વેચાણ નોંધ નંબર 8577 અન્વયે થયેલ વેચાણ ધારાધોરણસર ની પ્રકિયા અનુસરીને થયેલ જણાતું ન હોઈ નોંધ 8577 ને ના મંજુર કરવા હુકમ કરવામાં આવ્યો છે .

જોકે કે દિયોદર નાયબ કલેકટર ની કોર્ટ માં નોંધ નામંજુર થતા સંઘના વહીવટદાર સમિતિની ચૂક અથવા સમિતિએ ક્યાંક જમીન વેચાણમાં ગેરરીતિ આચરી હોય તે સ્પષ્ટ જણાઈ આવે છે. જોકે હવે આ જમીનના વિવાદને લઈને આવનાર સમયમાં નવો વળાંક આવી શકે છે .

આ પણ વાંચો :પાલનપુર: સિંધી સમાજના સંત શિરોમણી શ્રી લીલાશાહ મહારાજની 143 મી જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઇ

Back to top button