પહેલગામ આતંકી હુમલો, પ્રવાસીઓ માટે હેલ્પલાઈન નંબર જારી કરાયા

જમ્મુ-કાશ્મીર, 23 એપ્રિલ 2025: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો છે. અત્યાર સુધીમાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 17 લોકો ઘાયલ છે. આ હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ મૃતકોમાં 25 પ્રવાસીઓ અને 1 સ્થાનિક નાગરિકનો સમાવેશ થાય છે. જેમાં ભારતીય મૂળના બે વિદેશી નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે. આ પછી, પોલીસે પ્રવાસીઓ માટે 24/7 ઈમરજન્સી હેલ્પ ડેસ્ક બનાવ્યું છે અને હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.
પોલીસે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે
અનંતનાગ પોલીસે પ્રવાસીઓને મદદ કરવા અથવા અન્ય કોઈપણ માહિતી માટે પોલીસ કંટ્રોલ રૂમ અનંતનાગ ખાતે હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે. તેમજ બે ફોન નંબર 9596777669, 01932225870 અને વોટ્સએપ નંબર 9419051940 પણ જારી કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે પ્રવાસીઓ આ નંબરો પર ફોન કરીને કોઈપણ પ્રકારની મદદ મેળવી શકે છે.
એડીસી શ્રીનગરનો નંબર પણ જાહેર કર્યો
આ સિવાય શ્રીનગરમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. પ્રવાસીઓ અથવા તેમના સંબંધીઓ તેમને ફોન કરીને માહિતી મેળવી શકે છે. શ્રીનગર માટે હેલ્પલાઇન નંબર 0194-2457543, 0194-2483651 જારી કરવામાં આવ્યા છે. આ સિવાય એડીસી શ્રીનગર આદિલ ફરીદનો નંબર પણ પ્રવાસીઓ માટે શેર કરવામાં આવ્યો છે જે 7006058623 છે.
પીએમ મોદી પરત ફરી રહ્યા છે
અહીં, પહેલગામ આતંકવાદી હુમલાને જોતા વડાપ્રધાન મોદીએ પોતાનો વિદેશ પ્રવાસ ઘટાડવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ દિવસોમાં સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા, આ પ્રવાસ દરમિયાન તેઓ ઓફિશિયલ ડિનરમાં સામેલ થયા નહોતા, તેઓ ગઈકાલે રાત્રે સાઉદી રવાના થયા હતા. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને હુમલાની નિંદા કરી હતી.












