ઓપરેશન સિંદૂર પુરૂં થયું નથી, 8 આતંકી કેમ્પ પર નજરઃ આર્મી ચીફે આપી સખત ચેતવણી

- ઈન્ટરનેશનલ બોર્ડર(IB) અને લાઈન ઓફ કંટ્રોલ(LC) પર હાલમાં 8 જેટલા આતંકી કેમ્પ સક્રિય છે. સેના આ કેમ્પોની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે
HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરી ‘આર્મી ડે’ પહેલાં યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને ચીન સહિત દેશની આંતરિક સુરક્ષા પર મહત્ત્વના નિવેદનો આપ્યા છે. 13 જાન્યુઆરીના રોજ માણેકશો સેન્ટર ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ઈન્ટરનેશનલ બોર્ડર(IB) અને લાઇન ઓફ કંટ્રોલ(LC) પર હાલમાં 8 જેટલા આતંકી કેમ્પ સક્રિય છે. સેના આ કેમ્પોની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે અને જો પાકિસ્તાન કોઈ પણ ભૂલ કરશે તો ભારત તરફથી ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનને ચેતવણી
જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પહલગામ હુમલા બાદ માત્ર 22 મિનિટમાં ઓપરેશન રીસેટ વ્યૂહરચના હેઠળ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. હાલમાં ‘ઓપરેશન સિંદૂર’ Operation Sindoor હજુ પણ ચાલુ છે. પાકિસ્તાનની પરમાણુ ધમકીઓની અસર હવે ભારત-ચીન સરહદ પર બેઅસર થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ હાલ સંવેદનશીલ હોવા છતાં સંપૂર્ણપણે ભારતીય સેનાના નિયંત્રણમાં છે.
#WATCH | Delhi: Indian Army Chief General Upendra Dwivedi says, “Following the Pahalgam terror attack, a clear decision to respond decisively was taken at the highest level. Operation Sindoor was conceptualised and executed with precision. Through 22 minutes of initiation on 7th… pic.twitter.com/YxuPRxIgyw
— ANI (@ANI) January 13, 2026
ઉત્તરી સરહદ અને મણિપુરની સ્થિતિ
ચીન સાથેની ઉત્તરી સરહદ અંગે આર્મી ચીફે સકારાત્મક સંકેત આપતા કહ્યું કે ઉચ્ચ સ્તરીય વાટાઘાટોને કારણે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. સરહદ પર સ્થિતિ સ્થિર છે, પરંતુ સેના સતત સતર્ક છે. તેમજ મણિપુરમાં સુરક્ષા દળો અને સરકારના સંકલિત પ્રયાસોને કારણે શાંતિ સ્થપાઈ રહી છે. આ ઉપરાંત મ્યાનમારમાં ચૂંટણી બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગ વધવાની આશા છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની કોઈપણ ભૂલનો જવાબ આપવા માટે ભારત ભૂમિ કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર હતું. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાને તે 88 કલાક દરમિયાન કોઈ ભૂલ કરી હોત તો અમે જમીની કાર્યવાહી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા.












