ટ્રેન્ડિંગનેશનલમીડિયા

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે ‘ઓપરેશન ઑલઆઉટ’, અમિત શાહના પ્રવાસ પહેલા 2 મોટા એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીર, 5 ફેબ્રુઆરી 2026:   કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાના છે. પરંતુ તેમના આગમન પહેલા જ ભારતીય સેના અને સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકીઓ સામે ‘ઓપરેશન ઑલઆઉટ’ અભિયાન તેજ કરી દીધું છે. અમિત શાહ ગુરુવારે જમ્મુ-કાશ્મીર પહોંચવાના છે, પરંતુ તે પહેલા જ છેલ્લા 24 કલાકમાં બે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

માહિતી મુજબ, ભારતીય સેનાએ ઉધમપુર જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે કિશ્તવાડ જિલ્લામાં જૈશના એક ટોપ કમાન્ડરને ઘેરી લેવામાં આવ્યો છે.

કિશ્તવાડ જિલ્લાના છત્રૂ વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘન જંગલોમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર સૈફુલ્લા સહિત 2-3 આતંકીઓને ચારેય તરફથી ઘેરી લીધા છે. અત્યાર સુધીની ગોળીબારમાં એક આતંકી માર્યા જવાની માહિતી મળી છે. સૈફુલ્લા આ વિસ્તારમાં થયેલી અનેક હત્યાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. હાલ પણ જંગલોમાં રુકરુકીને ગોળીબારી ચાલી રહી છે અને કોઈ આતંકી ભાગી ન શકે તે માટે કડક ઘેરાબંધી કરવામાં આવી છે.

અમિત શાહનો ત્રણ દિવસનો જમ્મુ-કાશ્મીર પ્રવાસ

ગૃહમંત્રી અમિત શાહ 5 થી 7 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસના પ્રવાસે જમ્મુ-કાશ્મીર આવી રહ્યા છે. તેમનો આ પ્રવાસ સુરક્ષા અને વિકાસ બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ 5 ફેબ્રુઆરીની સાંજે જમ્મુ પહોંચશે અને લોક ભવનમાં રાજકીય નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ઉપરાંત, કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાનો સમીક્ષા કરશે.

જમ્મુમાં હાઇલેવલ સુરક્ષા બેઠક

પ્રવાસ દરમિયાન જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે હાઇલેવલ બેઠક યોજાશે, જેમાં એલજી, સેના અને ગુપ્તચર એજન્સીઓના ટોચના અધિકારીઓ હાજર રહેશે. પ્રવાસના અંતિમ દિવસે અમિત શાહ શ્રીનગર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ છત્તીસગઢ માટે રવાના થશે.

આ પણ વાંચો : હમાસ પર મોટી એર સ્ટ્રાઈક: ઈઝરાયલે બે કમાન્ડરને ઠાર કર્યા, અલ હબીબ સેલને ટાર્ગેટ બનાવ્યો

Back to top button