OPEC: ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત! ઓપેકે દૈનિક 547000 બેરલનું ક્રૂડ ઉત્પાદન વધારવા પર સાધી સંમતિ

નવી દિલ્હી, 4 ઓગસ્ટ, 2025: ઓઇલનું ઉત્પાદન કરતા દેશો એટલે કે OPECના સભ્ય દેશોએ ઓઇલના ઉત્પાદન પર સંમતિ વ્યક્ત કરી છે. હવે ઓપેક દેશ દૈનિક 547000 બેરલ ઓઇલનું ઉત્પાદન કરશે. ઓપેક દેશોના આ પગલાંથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની વકી સેવાય છે.
ઓપેક દેશોના જૂથે રવિવારે (સ્થાનિક સમય) એક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે જાહેરાત કરી હતી કે જૂથના આઠ સભ્ય દેશો સપ્ટેમ્બરમાં દરરોજ 547,000 બેરલ ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારશે. ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારનારા દેશોમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાનનો સમાવેશ થાય છે.
નિર્ધારિત સમય પહેલાં સ્વૈચ્છિક ઉત્પાદન કાપની સમાપ્તિઅત્યાર સુધી આ દેશો પોતાના દમ પર ઓછું તેલ ઉત્પાદન કરતા હતા. તેમણે નવેમ્બર 2023માં આ ઘટાડેલું ઉત્પાદન શરૂ કર્યું હતું, જેને સપ્ટેમ્બર 2026 સુધીમાં તબક્કાવાર બંધ કરવાની યોજના હતી. પરંતુ હવે નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ નિર્ધારિત સમય પહેલાં સ્વૈચ્છિક ઉત્પાદન કાપ સમાપ્ત કરશે.
જુલાઈની શરૂઆતમાં પણ OPECએ નિર્ણય લીધો હતો કે ઓગસ્ટમાં તેઓ દરરોજ 548,000 બેરલ વધુ ઓઇલનું ઉત્પાદન કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો બજારની સ્થિતિ સારી નહીં હોય, તો તેઓ ફરીથી ઉત્પાદન ઘટાડી શકે છે.
બ્રેન્ટ ક્રૂડ તેલનો ભાવ હાલમાં પ્રતિ બેરલ 70 ડોલર છે
જ્યારે ઉત્પાદન વધે છે, ત્યારે સામાન્ય રીતે ઓઇલ અને ગેસોલિનના ભાવ ઘટી શકે છે. પરંતુ સંશોધન ફર્મ ક્લિયરવ્યૂ એનર્જી પાર્ટનર્સના મતે, હાલમાં વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડ તેલનો ભાવ પ્રતિ બેરલ 70 ડોલર આસપાસ છે. તેનું કારણ એ હોઈ શકે છે કે રશિયાથી ઓછું ક્રૂડ આવી શકે છે અને ચીનમાં ઘણું ઓઇલ એકઠું થયું છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશોને ધમકી આપી છે
ક્લિયરવ્યુ એનર્જી પાર્ટનર્સે રવિવારે એક વિશ્લેષક નોંધમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો રશિયા 7 ઓગસ્ટ સુધીમાં યુક્રેન સાથે શાંતિ કરાર પર નહી કરે, તો તેઓ રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ગૌણ ટેરિફ લાદશે. જે ઓઇલની સ્થિતિને પણ અસર કરી શકે છે.’ OPECએ એક યાદીમાં કહ્યું છે કે આ આઠ દેશો 7 સપ્ટેમ્બરે ફરી મળશે.
આ પણ વાંચોઃ બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટીનો પોઝીટીવ પ્રારંભ












