ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં વધારો, દર્દીઓના ડિસ્ચાર્જના આંકડા ઘટ્યા, જાણો આજની પરિસ્થિતિ

ગાંધીનગર, 5 જૂન : ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે, હવે તેની પેટર્નમાં ફેરફાર થઇ રહ્યો છે. કેસની સંખ્યાની સામે સરેરાશ દર્દીઓના સાજા થવાની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે 5 જૂનના રોજ રાજ્યમાં નવા 167 કેસ નોંધાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 પર પહોંચી છે. 15 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 600 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જયારે કે, 60 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જો કે, સારી વાત એ પણ છે કે, 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

Back to top button