એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજીહેલ્થ

NEET માં ગેરરીતિ રોકવા NTAએ ભયું મહત્વનું પગલું, લોન્ચ કર્યું ખાસ પ્લેટફોર્મ

નવી દિલ્હી, 27 એપ્રિલ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG 2025ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. NTA એ NEET પરીક્ષા સંબંધિત ફરિયાદો માટે એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. NTA એ NEET પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને શંકાસ્પદ અપ્રમાણિક તત્વોના પ્રભાવ હેઠળ કોઈ નિર્ણય ન લેવાની સલાહ આપી છે.

ઉપરાંત, ખોટા દાવા કરનારા લોકોથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારો પોર્ટલ પર ત્રણ શ્રેણીઓ હેઠળ આવતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરી શકે છે, જેની લિંક NTA વેબસાઇટ પર ઉપલબ્ધ છે-

  • 1. NEET (UG) 2025 પેપર પ્રદાન કરવાનો દાવો કરતી કોઈપણ વેબસાઇટ/સોશિયલ મીડિયા એકાઉન્ટ.
  • 2. કોઈપણ વ્યક્તિ જે NEET પરીક્ષા સામગ્રી પ્રદાન કરવાનો દાવો કરે છે.
  • 3. કોઈ NTA અથવા સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને તમારી સાથે વાત કરે છે.

NEET પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે NTA દ્વારા લેવાયેલું આ એક મોટું પગલું છે. આના કારણે વિદ્યાર્થીઓ કોઈ અજાણ્યા વ્યક્તિથી પ્રભાવિત નહીં થાય અને NEET પરીક્ષામાં ગેરવર્તણૂક કરનારાઓ સામે NTA કડક કાર્યવાહી કરશે. આ પોર્ટલના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ જાણ કરી શકશે કે તેઓએ શું જોયું, ક્યાં જોયું અને તેમની પાસે તે ઘટના સાથે સંબંધિત કયા પુરાવા છે, જે તેઓ સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરી શકશે.

NEET UG 2025 ની પરીક્ષા NTA દ્વારા 4 મેના રોજ લેવામાં આવશે. NTA દ્વારા બહાર પાડવામાં આવેલા NEET UG 2025ના અધિકૃત શેડ્યૂલ મુજબ, NEET પરીક્ષા માટે એડમિટ કાર્ડ રિલીઝ કરવાની કામચલાઉ તારીખ 1લી મે 2025 છે.

ઉમેદવારોને NEET UG 2025 પરીક્ષા માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન એમ ત્રણ વિભાગમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિભાગમાંથી 45-45 પ્રશ્નો જ્યારે જીવવિજ્ઞાન વિભાગમાંથી 90 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષામાં ઉમેદવારો પાસેથી કુલ 180 ફરજિયાત પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં કુલ 720 ગુણ હશે.

આ પણ વાંચો :- શેરમાર્કેટમાં ઉથલપાથલ વચ્ચે આવતા અઠવાડિયામાં આવશે 5 નવા IPO, રોકાણની ઉત્તમ તક

Back to top button