હવે ‘ફ્રી’માં ફરી શકશો થાઈલેન્ડ? ડોમેસ્ટિક ફ્લાઈટનું ભાડું પણ નહીં ચૂકવવું પડે?

- વિઝા ફ્રી દેશ બન્યા પછી, હવે થાઇલેન્ડ પણ સ્થાનિક હવાઈ મુસાફરી મફત બનાવવાનું વિચારી રહ્યું છે
HD ન્યુઝ ડેસ્કઃ માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ થાઇલેન્ડની મુલાકાત લેવા આવે છે. ભારત સહિત વિશ્વના 93 દેશોના લોકો વિઝા વિના થાઇલેન્ડની મુલાકાત લઈ શકે છે. અહીં તમે સરળતાથી વિઝા વિના મુસાફરી કરી શકો છો. વિઝા ફ્રી દેશ બન્યા પછી, હવે થાઇલેન્ડ પણ સ્થાનિક હવાઈ મુસાફરી મફત બનાવવાનું વિચારી રહ્યું છે. થાઇલેન્ડના પર્યટન અને રમતગમત મંત્રી સોરાવોંગ થિએન્થોંગે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મફત સ્થાનિક ફ્લાઇટ્સ માટે 700 મિલિયન THB નું બજેટ પ્રસ્તાવિત કર્યું છે. દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ એક મહાન પગલું હોઈ શકે છે.
થાઇલેન્ડ 700 મિલિયન થાઈ બાટની પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મફત ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઓફર કરશે. આનો ઉદ્દેશ્ય 200,000 પ્રવાસીઓને આકર્ષવાનો અને થાઇલેન્ડના મુખ્ય શહેરોની બહાર પર્યટનને વેગ આપવાનો છે. ઓગસ્ટથી ડિસેમ્બર 2025 સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભાગ લેતી એરલાઇન્સની ટિકિટ પર સબસિડી આપવામાં આવે છે. આ કાર્યક્રમ દેશના અર્થતંત્રને મોટો વેગ આપશે તેવી અપેક્ષા છે. તેનાથી ‘અમેઝિંગ થાઇલેન્ડ ગ્રાન્ડ ટુરિઝમ એન્ડ સ્પોર્ટ્સ યર’ અભિયાનને પણ ફાયદો થશે.
થાઇલેન્ડમાં ફ્રી ડોમેસ્ટિક ફ્લાઇટ
આની શરૂઆત દેશની 6 એરલાઇન્સ સાથે કરવાની કરવાની યોજના છે. જેમાં થાઈ એર એશિયા, બેંગકોક એરવેઝ, નોક એર, થાઈ એરવેઝ ઇન્ટરનેશનલ, થાઈ લાયન એર અને થાઈ વિયેટજેટનો સમાવેશ થશે. આ યોજના હેઠળ સરકાર એક તરફી મુસાફરી માટે 1,750 બાટ અને રાઉન્ડ ટ્રીપ માટે 3,500 બાટની કિંમતવાળી ડોમેસ્ટિક ટિકિટો પર સબસિડી આપશે. જોકે હવે આ યોજનાનો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આ યોજના લાગુ કરી શકાશે.
થાઇલેન્ડમાં મુલાકાત લેવા માટે ટોચના 10 સ્થળો
- થાઇલેન્ડની રાજધાની બેંગકોક
- ફૂકેટ થાઇલેન્ડનો સૌથી મોટો ટાપુ
- પટાયા બીચ અને નાઇટ લાઇફ
- થાઇલેન્ડનું શાંત શહેર, ચિયાંગ માઇ
- ચૂનાના પથ્થરો અને જંગલોથી ઘેરાયેલો ક્રાબી બીચ
- કોહ સમુઇ એક પ્રખ્યાત ટાપુ
- ફી ફી ટાપુના સુંદર દરિયાકિનારા
- થાઇલેન્ડનું પ્રાચીન શહેર અયુત્થા
- કંચનબૂરી, સુંદર ધોધ અને ક્વાઇ નદીનો પુલ
- પાઈ થાઈલેન્ડનું એક સુંદર શહેર
આ પણ વાંચોઃ વરસાદ પછી સાઉથ ઈન્ડિયાની આ હિલ્સની લો મુલાકાત, ગ્રીનરી જોઈને ખીલી ઉઠશો












