આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

હવે ટ્રમ્પ પડ્યા ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની પાછળ, શું તેમને દૂર કરવાનું છે આસાન?

વોશિંગ્ટન, 21 એપ્રિલ, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને ખૂંચતા મુદ્દાઓ કે વ્યક્તિઓને દૂર કરવા માટે તાજેતરમાં ઘણી ચર્ચામાં આવ્યા છે. ત્યારે હવે હાલમાં ટ્રમ્પ અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને કાઢવા માટે પેંતરા રચી રહ્યા છે. શું પોવેલની વિદાય શક્ય છે ખરે તેવું પૂછતા શુક્રવારે વ્હાઇટ હાઉસના ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હૈસેટે તેના પ્રત્યુત્તરમાં કહ્યુ હતુ કે પ્રમુખ અને તેમની ટીમ પર આ અંગે વિચારી રહી છે. નોંધનીય છે કે આ પહેલા અમેરિકામાં વ્યાજ દર ઘટાડવાના મુદ્દે ટ્રમ્પે પોવેલ પર હૂમલો કર્યો હતો.

પોવેલને દૂર કરવાનું એટલું સરળ નથી

ટ્રમ્પ માટે પોવેલને તેમના પદ પરથી હટાવવાનું એટલું સરળ નથી કારણ કે ફેડ રિઝર્વ એક સ્વતંત્ર સંસ્થા છે. 1935ના યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, ટ્રમ્પ પાસે ફેડના વડાને બરતરફ કરવાની મર્યાદિત સત્તા છે. આવી સ્થિતિમાં, કાયદેસર રીતે ફેડ વડાને કોઈ કારણ દર્શાવ્યા પછી જ બરતરફ કરી શકાય છે. આમાં ગેરવર્તણૂક, ગેરશિસ્ત અથવા અસમર્થતાનો સમાવેશ થાય છે.

પોવેલને વ્યાજદર ઘટાડવાની કોઈ ઉતાવળ નથી

પોવેલથી ગુસ્સે થયેલા ટ્રમ્પ આ દિવસોમાં તેમની આકરી ટીકા કરી રહ્યા છે. ટ્રમ્પે જ પોવેલને તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા અને હવે ટ્રમ્પ તેમના પર રાજકારણ રમવાનો આરોપ લગાવી રહ્યા છે.

ગયા બુધવારે શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં પોવેલે કહ્યું હતું કે ટ્રમ્પે અપેક્ષા કરતાં વધુ ટેરિફ વધાર્યા છે. આ વસ્તુઓના ભાવમાં વધારો કરશે, જે ફુગાવો અને આર્થિક અનિશ્ચિતતા તરફ દોરી શકે છે. પોવેલે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે તેમને વ્યાજદર ઘટાડવાની કોઈ ઉતાવળ નથી. પ્રથમ, તે જોવા માંગે છે કે ટ્રમ્પની ટેરિફ નીતિ અર્થતંત્ર પર શું અસર કરે છે.

ટ્રમ્પ વ્યાજદર ઘટાડવા દબાણ કરી રહ્યા છે

અહીં ટ્રમ્પ વ્યાજદર ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, પોવેલે ઘણા સમય પહેલા ECBની જેમ વ્યાજ દરો ઘટાડ્યા હતા અને હવે ચોક્કસપણે ઘટાડવા જોઈએ. તેલ અને કરિયાણાના ભાવમાં ઘટાડો થયો છે, ઈંડા સસ્તા થયા છે. ટેરિફને કારણે અમેરિકા વધુ સમૃદ્ધ થઈ રહ્યું છે. ટૂંકમાં કહીએ તો પોવેલની બરતરફી ટૂંક સમયમાં આવશે નહી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી બે દિવસ આટલા જિલ્લામાં ધૂળની ડમરીનું તોફાન જોવા મળશે, ભારે પવનથી ગરમીમાં રાહત મળશે

Back to top button