ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બસ હવે તો ભાજપ જ? સંસદના બંને ગૃહમાં બહુમતીની ચાલ…. અને જૂના એક ઉપરાષ્ટ્રપતિ જેવા ચહેરાની નવા માટે શોધ….

એચડી ન્યૂઝ ડેસ્ક, 24 જુલાઇ 2025: Vice President of India શું ભાજપ પોતાના ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરશે? રામનાથ ઠાકુર સહિત અન્ય નામો અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હોવાનું જાણવા મળે છે. માધ્યમોમાં ફરતા થયેલા અહેવાલો મુજબ સંસદના બંને ગૃહમાં બહુમતીના જોરે ભાજપ પોતાની ચાલ ચાલશે. દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ ભાજપમાંથી હશે એમ મનાઇ રહ્યું છે.

આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? સૌથી ચર્ચાતો મુદ્દો

રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારી લીધું છે. ધનખડના રાજીનામા પછી દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે. ભાજપે ધનખડનો વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ આ વખતે ભાજપ ખૂબ વિચાર કર્યા પછી પોતાનો દાવ રમવાની તૈયારી કરી રહી છે.

લોકસભા અને રાજ્યસભામાં પૂરતી સભ્ય સંખ્યા

ભાજપના નેતૃત્વ હેઠળના NDA પાસે લોકસભા અને રાજ્યસભામાં પૂરતી સંખ્યા છે, તેથી મોદી સરકારને પોતાનું ઉપરાષ્ટ્રપતિ પસંદ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. સૂત્રોનું માનીએ તો, ભાજપ નવા ઉપરાષ્ટ્રપતિની ખુરશી કોઈપણ ગઠબંધન ભાગીદારના નેતાને સોંપવાને બદલે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા મજબૂત વ્યક્તિને નિયુક્ત કરવા માંગે છે.

આ પણ વાંચો:Jungleraaj: લાશને રસ્તા ઉપર રાખીને નેશનલ હાઇ વે જામ કરાયો, વેપારીની ગોળી મારી હત્યા  

કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરના નામની ચર્ચા

દેશના નવા ઉપરાષ્ટ્રપતિ માટે ઘણા મોટા નામોની ચર્ચા થઈ રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રી અને જેડીયુ રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. તેનું કારણ એ હતું કે ભાજપ પ્રમુખ જેપી નડ્ડા બુધવારે રામનાથ ઠાકુરને મળ્યા હતા. રામનાથ ઠાકુર બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પુત્ર છે અને અત્યંત પછાત જાતિમાંથી આવે છે. ભાજપે આ મુદ્દે જેડીયુ સાથે કોઈ વાતચીત કરી નથી.

ભાજપ પાસે નેતાઓની સેના

ધનખરના રાજીનામા બાદ, ભાજપે તેમના અનુગામી વિશે વિચાર-વિમર્શ શરૂ કરી દીધો છે. જવાબદારી ધનખડ જેવા રાજ્યપાલ અથવા સંગઠનના અનુભવી નેતા અથવા કેન્દ્રીય મંત્રીને આપી શકાય છે. ભાજપ પાસે આવા નેતાઓની આખી સેના છે જે પાર્ટી કેડરમાંથી ઉભરી આવ્યા છે.

આ પણ વાંચો:ડ્રગ્સ સામે જંગ: લાકડિયા નજીકની કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કચ્છના કરોડોના ડ્રગ્સના જથ્થાનો કરાશે નાશ

વરિષ્ઠ નેતાને પ્રાથમિકતા મળી શકે

જગદીપ ધનખર પહેલા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ હતા, જે ભાજપના અધ્યક્ષ અને પીએમ મોદીના મંત્રીમંડળમાં મંત્રી રહી ચૂક્યા છે. નાયડુ 2017 માં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા. ભાજપના એક નેતાએ કહ્યું કે અમે હજુ પણ આ કવાયતમાં રોકાયેલા છીએ. મારું માનવું છે કે પાર્ટી એવી વ્યક્તિને પસંદ કરશે જેનું વ્યક્તિત્વ મજબૂત અને નિર્વિવાદ છબી ધરાવે છે. તેમણે સંકેત આપ્યો કે પાર્ટી આ માટે વરિષ્ઠ નેતાને પ્રાથમિકતા આપી શકે છે. ભાજપે સંપૂર્ણપણે મન બનાવી લીધું છે કે આ વખતે ઉપરાષ્ટ્રપતિનું પદ પાર્ટી પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાને સોંપવું પડશે.

વેંકૈયા નાયડુ જેવા ચહેરાની શોધ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયાનાયડુ પીએમ મોદીના મંત્રીમંડળમાં મંત્રી હતા. તેઓ 2017માં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા. ભાજપના એક નેતાએ કહ્યું, અમે હજુ પણ આ કવાયતમાં રોકાયેલા છીએ. મારું માનવું છે કે પાર્ટી એવી વ્યક્તિને પસંદ કરશે જેનું વ્યક્તિત્વ મજબૂત અને નિર્વિવાદ છબી ધરાવે છે.

આ પણ વાંચો:FTA : વડાપ્રધાનની લંડન મુલાકાત, 99 ટકા ભારતીય નિકાસને ટેરિફથી ફાયદો થાય તેવા કરાર થશે

આ પણ વાંચો:2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મૃત્યુ, 2024 કરતા 50000 દુર્ઘટના વધી

Back to top button