ટ્રેન્ડિંગનેશનલ

2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મૃત્યુ, 2024 કરતા 50000 દુર્ઘટના વધી

નવી દિલ્હીઃ 23 જુલાઈ, 2025: Road Accident: દેશમાં માર્ગ સલામતીને લઈને વધુ એક ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. બુધવારે (23 જુલાઈ) સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2025ના પહેલા છ મહિનામાં, એટલે કે જાન્યુઆરીથી જૂન દરમિયાન, રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH) પર કુલ 26,770 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં લેખિત જવાબ દ્વારા આપી હતી.

2024માં 52 હજારથી વધુ જીવલેણ અકસ્માત

ગડકરીએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, 2024 દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 52,609 જીવલેણ અકસ્માતો નોંધાયા હતા. જેનો અર્થ એ થયો કે આ અકસ્માતોમાં સામેલ મોટાભાગના કિસ્સાઓમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંકડો દેશમાં માર્ગ સલામતીની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

હાઇવે પર લગાવી એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ

મંત્રીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI) એ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, ટ્રાન્સ-હરિયાણા, ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) લગાવ્યા છે.

ATMS દ્વારા, હાઇવે પર અકસ્માતો અથવા ટ્રાફિક સંબંધિત ઘટનાઓ ઝડપથી ઓળખી કાઢવામાં આવે છે, જેના કારણે મદદ સમયસર સ્થળ પર પહોંચે છે. આ હેઠળ, અનેક પ્રકારના ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ ઉપકરણો સ્થાપિત કરવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકનું વાસ્તવિક સમયમાં નિરીક્ષણ કરી શકાય છે.

ATMS હવે નવા હાઇ-સ્પીડ પ્રોજેક્ટ્સનો એક જરૂરી ભાગ

ગડકરીએ જણાવ્યું હતું કે, હવે નવા રોડ પ્રોજેક્ટ્સમાં, ખાસ કરીને હાઇ-સ્પીડ અને ભારે ટ્રાફિક કોરિડોરમાં, ATMS ને એક ભાગ બનાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ATMS ને પહેલાથી જ બાંધવામાં આવેલા હાઇવે પર એક અલગ પ્રોજેક્ટ તરીકે પણ લાગુ કરવામાં આવી રહ્યું છે. જેથી હાલના રસ્તાઓની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો કરી શકાય.

3 વર્ષમાં 1 લાખ કિ.મીથી વધુ NH ની રોડ સેફ્ટી ઑડિટ

બીજા એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 1,12,561 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રોડ સેફ્ટી ઑડિટ કરાવાયો. જેનો હેતુ એ જાણવાનો છે કે, રસ્તા કેટલા સુરક્ષિત અને ક્યાં સુધારાની જરૂર છે.

આ પણ વાંચોઃ ડ્રગ્સ સામે જંગ: લાકડિયા નજીકની કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કચ્છના કરોડોના ડ્રગ્સના જથ્થાનો કરાશે નાશ

આ પણ વાંચોઃ “ક્યૂંકી સાસ ભી કભી બહુ થી” ફેમ કરિશ્મા તન્નાનો ગ્લેમરસ અવતાર, જુઓ તસવીરો

Back to top button