એર ઇન્ડિયા જ નહીં, દરેક કંપનીઓનો બોઇંગથી થયો મોહભંગ, હવે આ કંપનીના વેચાઇ રહ્યા છે સૌથી વધુ વિમાન

નવી દિલ્હી, 14 જૂન, 2025: અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા પ્લેન ક્રેશે સમગ્ર વિશ્વને હચમચાવી મુક્યુ છે. આ દુર્ઘટના બાદ એર ઇન્ડિયા સાથે જ અમેરિકી વિમાન ઉત્પાદન બોઇંગ પણ ચર્ચામાં છે. અમદાવાદમાં જે વિમાનમાં અકસ્માત થયો તે બોઇંગ દ્વારા બનાવવામાં આવેલું 787 ડ્રીમલાઇનર હતું. લગભગ દરેક ભારતીય એરલાઇન પાસે બોઇંગ વિમાન તો છે જ, પરંતુ પાછલા બે દશકામાં ભારતીય વિમાન કંપનીઓએ બોઇંગની તુલનામાં યુરોપીય કંપની એબસ વધુ ભરોસો મુકવાનું શરૂ કરી દીધુ છે તેની સાક્ષી આંકડાઓ આપી રહ્યા છે. 2006 મે 2025 સુધી એરબસે ભારતીય એરલાઇનોને 675 વિમાન ડિલીવર કર્યા હતા, ત્યારે બોઇંગે આ દરમિયાન ફક્ત 213 વિમાનની ડિલીવરી કરી હતી. આ અંતર ઇન્ડિગો જેવી ખાનગી એરલાઇનોના ઝડપથી વધી રહેલા કાફલા અને તેમના એરબસ નિર્ભરતાનું પરિણામ છે.
ભારતમાં વધી રહેલી ડિલીવરી સાથે એરબસે વૈશ્વિક સ્તરે પણ બોઇંગને પાછળ છોડી દીધુ છે. 2006થી 2025 સુધી એરબસે સરેરાશ દર વર્ષે 603 વિમાન ડિલીવર કર્યા હતા, જ્યારે બોઇંગની વાર્ષિક ડિલીવરી 506 વિમાન સુધી સીમિત રહી હતી. આ વધારાનું એક મોટુ કારણ બોઇંગ 737 મૈક્સ વિમાનના બે ઘાતક બનાવો છે, જેના પછી માર્ચ 2019થી ડિસેમ્બર 2020 સુધી આ વિમાનોનો વૈશ્વિક સ્તરે ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ બનાવોમાં આશરે 350 લોકોનો મોત થયા હતા, જેનાથી બોઇંગની પ્રતિષ્ઠા અને બજાર હિસ્સેદારી બન્નેને નુકસાન થયુ હતું. હવે અમદાવાદામં 787 ડ્રીમલાઇનર દુર્ઘટનાગ્રસ્ત થતા બોઇંગને મોટા પાયે નુકસાન થવાની શંકા સેવાય છે.
ઇન્ડિગો એરબસ પર આધાર રાખે છે
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો તેના સમગ્ર કાફલામાં મુખ્યત્વે એરબસ A320 અને A321neo જેવા નેરો-બોડી વિમાનોનો ઉપયોગ કરે છે. ઇન્ડિગોની આ નીતિને કારણે, એરબસને ભારતમાં બોઇંગ કરતાં મોટી લીડ મળી છે. ઇન્ડિગોના આક્રમક વિસ્તરણ અને સ્થાનિક ફ્લાઇટ્સ પર તેના ધ્યાનને કારણે એરબસ ભારતીય બજારમાં ઝડપથી આગળ વધી છે.
એર ઇન્ડિયાનો સંતુલિત કાફલો
એર ઇન્ડિયાએ સંતુલિત અભિગમ અપનાવ્યો છે. 2006થી, એર ઇન્ડિયાએ 122 બોઇંગ અને 114 એરબસ વિમાનો હસ્તગત કર્યા છે. આ દર્શાવે છે કે એર ઇન્ડિયા તેના નેટવર્કને વિસ્તૃત કરવામાં બંને કંપનીઓના વિમાનોનો ઉપયોગ કરી રહી છે.
બંને કંપનીઓએ કયા વિમાનો વેચ્યા?
હાલમાં, બોઇંગના ભારતમાં 56 વાઇડ-બોડી અને 113 નેરો-બોડી વિમાનો છે, જ્યારે એરબસે નેરો-બોડી શ્રેણીમાં સૌથી વધુ રોકાણ કર્યું છે. એરબસના 675 ડિલિવર કરાયેલા વિમાનોમાંથી, 143 વિમાનો A321neo છે અને 281 વિમાનો A320neo છે. બોઇંગે અત્યાર સુધીમાં ભારતમાં 33 ડ્રીમલાઇનર્સ 787 અને 777 શ્રેણીના 23 વિમાન ડિલીવરી કર્યા છે. અમદાવાદમાં તાજેતરમાં થયેલા અકસ્માતમાં 787 ડ્રીમલાઇનર વિમાન પણ સામેલ હતું. હાલમાં, ભારતમાં 63 બોઇંગ 737 મેક્સ વિમાન કાર્યરત છે, જેમાંથી 48 એર ઇન્ડિયા, 8 અકાસા એર અને 7 સ્પાઇસજેટના કાફલાનો ભાગ છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં હકાલપટ્ટી માટે દરોડાઓ શરૂ, સરકારે લાખ્ખો ઇમીગ્રન્ટસનો ડેટા પોલીસને આપ્યો












