દિવાળીની પાર્ટીમાં નોરા ફતેહીના બોલ્ડ લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું, ઋત્વિક GF સાથે, જુઓ સેલિબ્રિટીઝના Photos

- બોલિવૂડની દિવાળીના તહેવારની ઉજવણી પાર્ટીઓ રૂપે થતી હોય છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. બોલિવૂડ સ્ટાર્સ પાર્ટીઓમાં ધૂમ મચાવી રહ્યા છે
HD ન્યુઝ ડેસ્કઃ દિવાળીના તહેવારો શરૂ થવાના છે અને બોલિવૂડની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. નિર્માતા રમેશ તૌરાનીએ ગઈકાલે રાત્રે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે ધૂમ મચાવી છે. ઋતિક રોશન તેની ગર્લફ્રેન્ડ Hrithik with GF સબા આઝાદ, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સાથે જોવા મળ્યો હતો.
ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પાર્ટી
બોલિવૂડ ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં નોરા ફતેહી Nora Fatehi’નું શાનદાર પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. ઋતિક રોશન ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. પૂજા હેગડે પણ ગ્લેમરસ લાગી રહી હતી. 
આકાંક્ષા રંજન પણ નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી. તેણે પીળા રંગનો લેંઘો પહેર્યો હતો. આ દરમિયાન નરગીસ ફખરીએ નેટનો અદ્ભૂત લહેંગા પહેર્યો હતો.

કૃતિ ખરબંદા અને માનુષી છિલ્લર પણ નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં જોવા મળ્યા હતા. બંને સાડીઓમાં ખૂબ જ સુંદર દેખાતા હતા.

રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં મૃણાલ ઠાકુરે ઘેરા વાદળી સિલ્ક સાડી પહેરી હતી, જ્યારે પશ્મીના રોશને ઝરી વર્ક સાથે હળવા રંગનો લહેંગા પહેર્યો હતો.

સલમાન ખાનની બહેન અર્પિતા ખાને રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં તેના પતિ આયુષ શર્મા સાથે પોઝ આપ્યો હતો. અલવીરા પણ તેના પતિ અતુલ અગ્નિહોત્રી સાથે જોવા મળી હતી.

રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા સાથે પરંપરાગત લુકમાં જોવા મળ્યા હતા. દિગ્દર્શક કબીર ખાને પણ તેની પત્ની મીની માથુર સાથે પોઝ આપ્યો હતો.

અરશદ વારસી તેની પત્ની સાથે સ્ટાઇલિશ દેખાતો હતો, જ્યારે ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ તેનો સ્વેગ બતાવ્યો હતો.

સોનાક્ષી સિંહા અને પતિ ઝહીર ઇકબાલે દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. બંને ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં દેખાતા હતા. તેની સાથે સોહેલ અને અરબાઝ ખાનના પુત્રોએ પોઝ આપ્યો હતો.
આ પણ વાંચોઃ માલિની નહીં તો શું છે હેમા માલિનીની અસલી સરનેમ? શું છે નામનો અર્થ?












